Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રાજૂલા સીટી : હેલમેટ કાયદામાં દંડની જોગવાઇમાં રાહત આપવા માંગણી

રાજુલા (સીટી) તા.૩૦ : હેલમેટ પીયુસી વગેરેના કાયદા દ્વારા વસુલાતા દંડની જોગવાઇઓમાં રાહત આપવા બાબતે ચેમ્બર પ્રમુખ બકુલભાઇ જેઠવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

છેલ્લા એકાદ મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવેલા મોટર વ્હીકલ એકટના અમલને કારણે આમજનતા ઉપર હેલમેટ, પીયુસી, ડ્રાઇવીંગ લાયસન્સ, વીમો, નંબર પ્લેટ વગેરે સંખ્યાબંધ ક્ષતિઓ માટે ગુનાના પ્રમાણમાં દંડ વસુલાય છે સામાન્ય રીતે સરકાર દ્વારા બનાવાતા કાયદાઓ મુખ્યત્વે જનહિત માટે હોય છે પરંતુ હાલમાં જે કાયદાઓ અન્વયે પોલીસ દ્વારા જે દંડ ફટકારાય છે તે ઘણો જ ઉંચો છે. શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવો કોઇપણ રીતે વાહન ચાલકને અનુરૂપ નથી અને જરૂરી પણ નથી. સ્કુલે બાળકોને મુકવા જતા તથા સ્કુલમાંથી રજાના સમયે વાહનચાલકો પર હેલમેટ સહિત વિવિધ જોગવાઇઓ અનુસાર ૫૦૦ થી લઇ ૧૦૦૦૦ સુધીના દંડ ફટકારાય છે. સમગ્ર રાજયમાં તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરમાં આવતા ખચકાય છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:01 pm IST)