Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મોરબી શહેરી વિસ્તારમાં હેલમેટથી પરેશાની સામે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તા.૩૦ : શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર વાહનચાલકોને હેલમેટના કાયદાથી પરેશાની સામે ઇન્ડિયન માનવાધિકાર એસો. સૌરાષ્ટ્ર ઝોનના સચિવ રજનીભાઇ દેત્રોજાએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને હેલમેટ કાયદો શહેર પાલીકા વિસ્તારમાં લાગુ ન કરવા માંગણી કરી છે.

આયુર્વેદિક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ

સેવાભાવી વેદ કિશોરભાઇ વાણંદ દુર્વારા તેમના માતૃશ્રી સ્વ.જયાબેન મુળજીભાઇ દશાડીયાના સ્મરણાર્થે દિવ્ય વનસ્પતિમાંથી બનાવેલો ઉકાળો ૩ મહિના સુધી સવારે ૭ થી ૮ ૧૦ વસંતપ્લોટ વિજય હેર ડ્રેસર થી વિતરણ કરાશે.

શિયાળામાં ઉકાળો અમૃત સમાન હોય જે ડેન્ગ્યુ ચિકનગુનીયા, ઝીણો તાવ, શરદી, ડાયાબીટીસ તેમજ શ્વા જેવા જૂના હઠીલા રોગ માટે રામબાણ ઇલાજ હોય જાહેર જનતાને લાભ લેવા અનુરોધ એક યાદીમાં કરવામાં આવે છે.

સીનીયર સીટીઝનની કાલે કારોબાર બેઠક

મોરબી : સિનીયર સીટીઝનની કારોબારી નીમવાની જનરલ મીટીંગ તા.૧ રવિવારના રોજ સુરજબાગ કાર્યાલય સ્ટેશન રોડ પર સવારે ૧૦ વાગ્યે રાખેલ છે. દરેક સભ્યોએ હાજર રહેવા એક યાદીમાં જણાવાયુ છે.

(12:00 pm IST)