Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

વડાલની દોમડીયા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ગિરનાર પરિક્રમા રૂટની સફાઇ

જૂનાગઢ તા.૩૦ : વડાલની એ.જી.દોમડીયા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ગીરનાર પરિક્રમા રૂટની સફાઇ કરવામાં આવી હતી.

એ.જી.દોમડીયા હાઇસ્કુલ વડાલના વિદ્યાર્થીએ પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા લાવવા ગરવા ગિરનારની ગોદમાં પુર્ણ થયા બાદ જંગલમાં સફાઇ કરી પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયુ છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય અને સમગ્ર શિક્ષકગણ ઉપરાંત જંગલખાતાના અધિકારીઓના માર્ગદર્શન અને સહકાર દ્વારા કુદરતી સંપતિની જાળવણી પ્રકૃતિ શિક્ષણ, પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા ફેલાવવાના સંદેશારૂપે જંગલ સફાઇનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપેલ છે. વડાલના ગ્રામ પંચાયતના સરપંચ ગામના આગેવાનોએ આ પ્રવૃતિને બિરદાવી ભવિષ્યમાં આવા સેવાકાર્યો કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી  હતી.

(11:59 am IST)