Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પાયલ મેટરનીટી હોમ દ્વારા ગર્ભ સંસ્કાર વિષયક વિનામૂલ્યે સેમિનાર

આટકોટ, તા. ૩૦ : પાયલ મેટરનીટી હોમ એન્ડ સર્જીકલ હોસ્પિટલ સંચાલિત કામિની ગર્ભસંસ્કાર એન્ડ ઇવ્સ વેલનેસ સેન્ટર દ્વારા તા. ૪ ને બધુવારે બપોરે ૩ થી ૪-૩૦ કલાકે સીસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સેન્ટર, યુનિવર્સિટી રોડ પર ગર્ભસંસ્કાર વિષયક વિનામૂલ્યે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં નિષ્ણાત આયુર્વેદીક ડો. કરિશ્મા નારવાણી ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેના ઉપાયોનું માર્ગદર્શન આપશે તો જે દંપતિ બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે અને જે સગર્ભા મહિલાઓ છે તે આ સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન માટે નં. ૭પ૭પ૦ ૦૧૦૬૭/૬૬/૬પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ર૪ વર્ષનો સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં અનુભવ ધરાવતી ડો. સંજય દેસાઇ અને ડો. પ્રતિક્ષા દેસાઇની લીડરશીપમાં પાયલ મેટરનીટી હોમની ટીમે રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા માટે એક વિશાળ અને આધુનિક હોસ્પિટલ કાર્યરત કર્યું છે. જેમાં મેડીકલ સાયન્સના નિયમ અનુસાર મોડયુલર ઓપરેશન થિએટર, વિશાળ દાખલ વિભાગ અને ઇન્જેકશન ફ્રી સ્વચ્છતાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
બહેનોને લગતી તમામ સારવાર જેમ કે ગર્ભાશય કે અંડાશયમાં ગાંઠ હોવી, માસિકની તકલીફ, હાઇરીસ્ક પ્રેગ્નેન્સી, ઇન્ફર્ટીલિટી, ૩-ડી-૪-ડી સોનોગ્રાફ, મેનોપોઝ, વેરિકોજવેઇનની તકલીફ વગેરે માટે નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા આધુનિક સારવાર કરાય છે.

સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત મેટરનીટી હોમ સાથે અત્યંત આધુનિક આયુર્વેદિક ગર્ભસંસ્કાર સેન્ટર કાર્યરત છે. કામિની ગર્ભસંસ્કાર કેન્દ્ર અને ઇવ્સ વેલનેસ સેન્ટરમાં નિષ્ણાંત અને અનુભવી ડોકટર્સની ટીમ દ્વારા પ્રેગ્નેન્સી પ્લાનીંગ કરતા દંપતિ માટે અને પ્રેગ્નેન્ટ બહેનો માટે આયુર્વેદિક પદ્ધતિથી તંદુરસ્ત, ઉત્તમ અને સ્માર્ટ બાળક માટેની સારવાર આપવામાં આવે છે.

(11:57 am IST)