Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મોરબીમાં ફલોરા હોમ્સ પાસે કારને પાછળ પુરપાટ વેગે આવતી કારે ઠોકર મારી

કાર અકસ્માતના દિલધડક દૃશ્યો સીસી ટીવી કેમેરામાં કૈદ

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર નજરે પડે છે.

 મોરબી, તા. ૩૦ : મોરબીના ફ્લોરા હોમ્સ પાસે આગળ જતી કારને પુરપાટ વેગે આવતી કારે પાછળથી ઠોકર મારી કાર અકસ્માતના દિલધડક દર્શ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ થઇ ગયા હતા.

મોરબી પંથકમાં અકસ્માતો સામાન્ય બની ગયા છે અને એક બાદ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે જેમાં ગત રાત્રીના સુમારે ફ્લોરા હોમ્સ પાસે એક કાર પાછળ પુરપાટ આવતી કાર ઘુસી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં બંને કારમાં નુકશાન થવા પામ્યું હતું જોકે બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તેમજ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી કે નહિ તે પણ જાણી સકાયું નથી જોકે પુરપાટ વેગે આવતી કારે આગળ શાંતિથી જતી કારને પાછળથી ઠોકર મારતા કારમાં નુકશાન થયું હતું તો અકસ્માત સર્જનાર કારમાં પણ વ્યાપક નુકશાન થવા પામ્યું છે.

(11:55 am IST)