Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

નલીયામાં કડકડતી ઠંડીઃ ૯.૯ ડિગ્રી

ઠંડીનુ પણ સમયપત્રકઃ રાત્રે ૮ થી સવારે ૮ સુધીજઃ આખો દિ' ગાયબઃ મિશ્ર હવામાન

રાજકોટ તા.૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીની અસર વધવા લાગી છે અને મોડી રાત્રીના ૮ થી સવારના ૮ વાગ્યા સુધી ઠંડીની અસર વધુ અનુભવાય રહી છે.

આખો દિવસ ઠંડી ગાયબ થઇ જાય છે અને મિશ્ર હવામાનનો અનુભવ થઇ રહ્યો છે.

આજે પણ ઠંડીની અસર સાથે સૌથી વધુ ઠંડી પડી છે નલીયામા લઘુતમ તાપમાન ૯.૯ ડિગ્રી નોંધાયુ છે.

જયારે રાજકોટમા લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી નોંધાયુ છે.

સવારના સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

ગિરનાર ખાતે ૧૦.૯, જુનાગઢમાં  ૧૫.૯ ડિગ્રી બર્ફીલો પવન

જુનાગઢ તા.૩૦: આજે ગિરનાર ખાતે ૧૦.૯ ડિગ્રી અને જૂનાગઢમાં ૧૫.૯ ડિગ્રી ઠંડી નોંધાતા શીત લહેર ફરી વળી હતી.

ગઇ કાલે જૂનાગઢનુ લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી નોંધાયા બાદ આજે સવારે ઠંડી વધીને ૧૧.૯ ડિગ્રીએ પહોંચી જતાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. જૂનાગઢનાં ગિરનાર પર્વત ખાતે આજે ૧૦.૯ ડિગ્રી રહી હતી જેના પરિણામે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેતા ધુમ્મસ છવાય ગયુ હતુ. ૬.૧ કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ બર્ફીલુ થઇ ગયુ છે

જામનગર ૧૮ ડિગ્રી

જામનગર : આજનું હવામાન ર૭.પ મહત્તમ ૧૮ લઘુતમ ૭ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહ્યું છે.

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

ભેજનું પ્રમાણ

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૬૦ ટકા

૧૦.૯ ડિગ્રી

નલીયા

૬૯ટકા

૯.૯ ડિગ્રી

અમદાવાદ

૮૩ ટકા

૧૯.૦ ડિગ્રી

ડીસા

૮ર ટકા

૧૬.૮ ડિગ્રી

વડોદરા

૮ર ટકા

ર૦.૪ ડિગ્રી

સુરત

૯૧ ટકા

ર૦.૮ ડિગ્રી

રાજકોટ

૬૭ ટકા

૧૪.પ ડિગ્રી

ભાવનગર

૮૩ ટકા

૧૯.૦ ડિગ્રી

પોરબંદર

૭૯ ટકા

૧૭.૯ ડિગ્રી

વેરાવળ

૭૧ ટકા

ર૦.પ ડિગ્રી

દ્વારકા

૬૯ ટકા

૧૮.પ ડિગ્રી

ઓખા

૭૦ ટકા

ર૧.ર ડિગ્રી

ભુજ

૬૯ ટકા

૧૪.૩ ડિગ્રી

સુરેન્દ્રનગર

૬૮ ટકા

૧૬.પ ડિગ્રી

ન્યુ કંડલા

૬૯ ટકા

૧૭.પ ડિગ્રી

ગાંધીનગર

૭૯ ટકા

૧૮.૪ ડિગ્રી

મહુવા

૮ર ટકા

૧૮.૭ ડિગ્રી

દિવ

૭પ ટકા

૧૯.૪ ડિગ્રી

જામનગર

૭ર ટકા

૧૮.૦ ડિગ્રી

(1:08 pm IST)