Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ખેડૂતોનું દેવું માફ નહિ કરાય તો લડતને વધુ મજબૂત બનાવી હક્ક અપાવશું: હળવદ ખેડૂત સંમેલનમાં હાર્દિક પટેલનો હુંકાર

આજે નહિ તો કાલે ખેડૂત ના હકનો પાક વિમો તો ચુકવવો જ પડશે:લલિત કગથરા

હળવદ શહેરમાં આવેલ વૈજનાથ મંદિર ખાતે ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો ને પાકમા થયેલી નુકસાનીનું વળતર તેમજ પાક વીમો ચૂકવવામાં આવે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ખેડૂતોની લડતને વધુ મજબૂત બનાવી ખેડૂતોને પોતાનો હક અપાવી શું આ તકે ટંકારાના  ધારાસભ્ય અને મોરબીના ધારાસભ્ય તેમજ ખેડૂત અગ્રણીઓ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય પાલિકાના સદસ્ય સહિત ખેડૂતો હાજર રહ્યા હતા

 

  ખેડૂતોને પાક વીમો મળે અને ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ થાય તેવા હેતુ સાથે શહેરમાં આવેલ વૈજનાથ મંદિર ખાતે ખેડૂત અધિકાર સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ યુવા નેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વહેલામાં વહેલી તકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની થવા પામી છે જેથી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને તાત્કાલિક પાક વીમો ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી સાથેજ એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીને ધ્યાને નહીં લે તો આગામી દિવસોમાં ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત બનાવીશું

  આ ખેડૂત સંમેલનમાં કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલાભાઈ, ધારાસભ્ય લલિતભાઈ કગથરા,મોરબીના ધારાસભ્ય બિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ,જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જેન્તી ભાઈ પારેજીયા,મોરબી ડો.અનિલભાઈ પટેલ,પાલિકા સદસ્ય વાસુદેવ ભાઈ પટેલ,સહીતકોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્ય અને હળવદ પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ પટેલ સહિત હળવદ કોંગ્રેસના આગેવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી,

(12:44 am IST)