Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગલ્ફ કન્ટ્રીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે મોરબી સિરામિક ઉધોગપતિઓએ દિલ્હીમાં વાણીજ્ય મંત્રાલયમાં રજૂઆત

મોરબી સહિતની સિરામિક પ્રોડક્ટ પર ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની કાર્યવાહીની ચર્ચા ચાલી રહી છે ત્યારે મોરબીના સિરામિક અગ્રણીઓ અને સાંસદની આગેવાનીમાં દિલ્હી પહોચ્ય હતા અને વાણીજ્ય મંત્રાલયમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

   મોરબીનો સિરામિક ઉધોગ વિશ્વ ફલક પર પહોચ્યો છે ત્યારે વિદેશોમાં પણ ટાઈલ્સની નિકાસ કરવામાં આવી રહી છે અને વિદેશમાં પણ સૌથી મોટું ખરીદદાર ગલ્ફ કન્ટ્રી છે.આ કન્ટ્રી દ્વારા જ સિરામિકની આયાત પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની હિલચાલ થઇ રહી છે

 સાંસદ મોહન કુંડારિયાની આગેવાની હેઠળ મોરબીના સિરામિક એસો.ના આગેવાનો અને અગ્રણીઓ દિલ્હી પહોચ્ય હતા અને દિલ્હી સ્થિત મીનીસ્ટ્રી ઓફ કોમર્સ ઓફિસમાં પીએસ તેમજ જે.સી. કેશવચંદ્ર સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.આ ઉપરાંત ઉધોગકારો દ્વારા છેલ્લા ધણા સમયથી એક્સપોર્ટની બાબતે રજૂઆત કરવામાં આવી હતી

(2:41 pm IST)