Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ભેસાણની માધવ શૈક્ષણીક સંકુલનો મીલન સોરઠીયા ખેલમહાકુંભમાં ઝળકયો

ભેસાણ તા.૩૦ માધવ શૈક્ષણીક સંકુલ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મીલન સોરઠીયાએ ખેલમહાકુંભમાં રાજયકક્ષાએ નંબર પ્રાપ્ત કરીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.

નડીયાદ ખાતે રાજયકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં ભેસાણની માધવ શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થી મીલન સોરઠીયાએ લાંબીકુદની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ.૪૮ મીટરનો કુદકો લગાવીને સમગ્ર રાજયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હવે મિલન સોરઠીયાની રાષ્ટ્રીય કક્ષમાં પણ પસંદગી થવા પામી છે. સંસ્થાના આચાર્ય પ્રિતેશભાઇ કોઠીયા, કોચ કાંતીભાઇ રાઠોડ તેમજ સમગ્ર શાળા પરિવારે મિલનને શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે માધવ શૈક્ષણીક સંકુલમાં જ્ઞાન સાથે સંસ્કાર અને ગમ્મત જના પાઠ પણ ભણાવવામાં આવે છે આ સંસ્થાના અનેક વિદ્યાર્થીઓ નોખી-અનોખી સિદ્ધિમાં પ્રાપ્ત કરી ચુકયા છ, જે સંસ્થાના પાવરફુલ મેનેજમેન્ટને આભારી છ

(12:25 pm IST)