Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

વિંછીયા-જસદણ પંથકમાં જુગારના ત્રણ દરોડા : ૧ર પત્તાપ્રેમીઓ ઝપટે ચડી ગયા

વિંછીયાના ગુંદાળા ગામે પ, આટકોટના જુના પીપળીયા ગામે પ તથા જસદણમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા

જસદણ-વિંછીયા, તા.૩૦ : વિંછીયા અને જસદણ પંથકમાં જુગારના ત્રણ દરોડામાં ૧ર પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં વિંછીયાના ગુંદાળા ગામે વિંછીયાના પો.કો. રીઝવાનભાઇ સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) માધા સામજીભાઇ કટેશીયા કોળી (ર) દિનેશ સવાભાઇ જોગરાજીયા કોળી (૩) બેચર જેરામભાઇ જોગરજીયા-કોળી, (૪) બુધા મેરામભાઇ-કોળી તથા વિજય વશરામભાઇ કોળી રહે. બધાં ગુંદાળા તા. વિંછીયાને રોકડા રૂ. ૪રપ૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં આટકોટના હેડ કો. ગોપાલભાઇ ધાંધલ સહિતના સ્ટાફે જુના પીપળીયા ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) વિનુભાઇ સામંતભાઇ ગીડા (ર) વિજયભાઇ મેરામભાઇ ગીડા રે. બંને જુના પીપળીયા, તથા (૩) સુરેશભાઇ સેલારભાઇ ગીડા રહે. નોંધણવદર તા. બાબરા (૪) જયરાજભાઇ માણસીયાભાઇ વાળા રહે. નોધણવદર તા. બાબરા તથા (પ) વિરજીભાઇ રાઘવભાઇ બાવળીયા રહે. હાલ જુના પીપળીયા ગામની સીમમાં મેરામભાઇ ગીડાની વાડીએ મૂળ રહે. સણોસરા તા. ચોટીલા ને રોકડા રૂ. ૧૬,૧૦૦ અને ત્રણ બાઇક મળી કુલ રૂ. ૬૧,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. ત્રીજા દરોડામાં જસદણમાં ભાદર નદીના પુલ નીચે જુગાર રમતા યાસીન હનીફભાઇ આરબ તથા ફેઝલ હુસેનભાઇ ઘાંચી રે. બંને જસદણને રોકડા રૂ. ૧૮પ૦ અને ગંજીપતા સાથે હેડ કો. રમેશભાઇ પરમારે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી. (૮.૭)

(12:17 pm IST)