Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રાજેશ મુલીયા આરિસ્સામાં ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટીવલમાં કલાના ઓજસ પાથરશે

થાનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રેત શિલ્પ કલાકાર

થાન તા ૨૯ : અહીંના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રેત શિલ્પ કલાકાર, રાજેશ મૂલીયા, સમગ્ર ગુજરાતમાંથી સત્તત ૩જી વખન કોનાર્ક  international  સેન્ડ આર્ટ ફેસ્ટિવલમાં જવા માટે પસંદગી પામ્યા છે. રાજેશ મૂલિયા આગામી તા. ૧ થઇ પ ડિસેમ્બર સુધી આરિસ્સામાં આવેલ કોનર્ક, ના ચંદ્રભાગા બીચ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, આ ફેસ્ટિવલમાં ઓવલ ઓવર વર્લ્ડમાંથી આવેલ અલગ અલગ ૩૦ જેટલા સેન્ડ આર્ટિસ્સે પોતાની કલાકૃતિ બનાવશે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજેશ મૂલીયા છેલ્લા ૩ વર્ષ થી ગુજરાતનું પ્રતિનિધીત્વ કરવા માટે પસંદગી પામ્યા છે. રાજેશ મૂલીયાભાઇ અનેક સંસ્થાઓ દ્વારા સન્માન, તેમજ એવોર્ડ નવાજવામાં આવ્યા છે. જેમાં તાજેતરમાં જ રાજેશમૂલીયાને '' સુરેન્દ્રનગર નું સોૈનું'' એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાજેશ મૂલીયા વડોદરાનો મ.સ.યુની માં ફેક્કલટી ઓફ ફાઇન આર્ટસ માં અભ્યાસ કરી, શિલ્પ કલાની માસ્ટરડિગ્રી હાંસલ કરી ને , થાનમાં પોતાના પરિવાર નો ૫૫ વર્ષથી સિરામિક ઉદ્યોગ ધરાવે છે. રાજેશભાઇ પોતે પણ  apple cera નામની સિરામિક ફેકટરી ચલાવે છે.

કલાકાર નો જીવ હોવાથી તેઓ પોતાની વ્યસ્ત્તતામાંથી પણ કલા માટે સમય કાઢી લે છે. રાજકોટના ગાંધી ૃ્યસ્નજ્ઞ્યૃ માં પણ તેમને તૈયાર કરેલી વિશાળ ગાંધી ચરખા ની કલાકૃતિ ને સ્થાન આપવામાં આવ્યું છે

(12:02 pm IST)