Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ઠંડીમાં ઉતરોત્તર વધારો : નલીયા ૧૩.૦ ડીગ્રી

લઘુતમ તામાનનો પારો ધીમે ધીમે નીચે ઉતરતા શિયાળાનો જામતો માહોલ

રાજકોટ, તા. ૩૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ઉતરવા લાગ્યો છે.

આજે ગુજરાત-રાજયમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૧૩.૦ ડીગ્રી નોંધાઇ છે. જયારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૭.૦ ડીગ્રી નોંધાયું છે.

શિયાળા જેવી ઠંડકની અસર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે વધુ અનુભવાય છે અને ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લે છે.

જોકે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધુ અનુભવાય છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા આકરા ઉનાળાનો અનુભવ થાય છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ-૩૦, લઘુત્તમ-૧પ.પ, ભેજ-૬૧ ટકા, પવન-પ.ર કિ.મી. છે.

કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુત્તમ તાપમાન

 

અમદાવાદ 

૧પ.૯

ડીગ્રી

ડીસા

૧૪.૪

''

વડોદરા

૧પ.૧

''

જામનગર

૧પ.પ

''

સુરત

૧૮.ર

''

રાજકોટ

૧૭.૦

''

ભાવનગર

૧૬.૧

''

પોરબંદર

૧૬.૩

''

વેરાવળ

૧૮.૯

''

દ્વારકા

૧૯.૯

''

ઓખા

રપ.૩

''

ભુજ

૧૭.૦

''

નલીયા

૧૩.૦

''

સુરેન્દ્રનગર

૧૮.૦

''

ન્યુ કંડલા

૧પ.પ

''

કંડલા એરપોર્ટ

૧૪.ર

''

અમરેલી

૧૬.૮

''

ગાંધીનગર

૧પ.૦

''

મહુવા

૧પ.પ

''

દીવ

૧૬.પ

''

વલસાડ

૧૪.૧

''

વલ્લભ વિદ્યાનગર

૧૬.૬

''

(12:01 pm IST)