Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

શાપર-વેરાવળમાં સગીરાનું અપહરણ કરી ગોંડલના રાહુલે બળાત્કાર ગુજાર્યો

રાજકોટ, તા. ૩૦ : શાપર-વેરાવળ પંથકમાં રહેતી ૧પ વર્ષની સગીરાને ગોંડલના શખ્સે અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પંથકમાં રહેતી ૧પ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગોંડલ વિજયનગરમાં રહેતો રાહુલે બે દિવસ પહેલા અપહરણ કરી શાપર-વેરાવળમાં નવરંગ પ્લાસ્ટીક પ્રા.લી. ભાવેશ પટેલના રૂમમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ ગઇકાલે શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ગોંડલ સીટી પી.આઇ. કે.આર. રાવતે તપાસ હાથ ધરી છે. (૮.૯)

 

(11:59 am IST)