Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કોંગ્રેસે કચ્છ ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું : લઘુમતી સેલના પ્રદેશ ઉપપ્રમુખ, કચ્છ ભાજપના અગ્રણી ૧૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા : રાજીવ સાતવ અને અમિત ચાવડાએ કચ્છ ભાજપના લઘુમતી અગ્રણી અલીમામદ જત અને ૧૫૦ કાર્યકરોને પહેરાવ્યો કોંગ્રેસનો ખેસ

(ભુજ) અબડાસાની પેટા ચુંટણી દરમ્યાન કોંગ્રેસે કચ્છ ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. આજે નખત્રાણા  મધ્યે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમા પ્રદેશ ભાજપના લઘુમતી સેલના ઉપપ્રમુખ અને કચ્છના અગ્રણી અલીમામદ જત કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મંત્રી હાજી જુમા રાયમા સહીત અન્ય આગેવાનોએ આવકાર આપી કોંગ્રસ નો ખેસ પહેરાવ્યો હતો.

(8:25 pm IST)