Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ભાવનગરમાં પુત્ર-પુત્રીઓએ પિતાને સાથે મળી કાંધ આપી

ભાવનગર તા. ૩૦ :.. ભાવનગરમાં પિતાનું નિધન થતાં દિકરાની સાથે દિકરીઓ એ પણ પિતાને કાંધ આપી અનોખુ ઉદાહરણ પુરૂ પાડયું છે.

માતા-પિતા માટે દિકરા અને દિકરીઓ સમાન હોય છે. પુત્ર ન હોય તો પુત્રીઓ પિતા કે માતાને કાંધ આપતી હોય છે. પરંતુ હવે પુત્રની સાથે સાથે પુત્રીઓ પણ આ પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે જે અનુકરરણીય છે.

ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં રહેતા જેન્તીભાઇ બાબુભાઇ બુધેલીયા ઉ.૬૮ નું ટૂંકી બિમારી બાદ નિધન થતાં તેમની ચાર પુત્રીઓ ભારતીબેન નીતિનભાઇ રાઠોડ, હેતલબેન જયંતિભાઇ વાઘેલા, જલ્પાબેન ધનેશભાઇ રાઠોડ, અને તેજસબેન કુનાલકુમાર વિડજા અને પુત્ર સાગરભાઇએ પિતાની અર્થીને કાંધ આપી હતી.

(11:33 am IST)