Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ભાવનગર : સગીરાને ભગાડી જઇને દુષ્કર્મ આચરવા અંગેના ગુનામાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા

(વિપુલ હિરાણી )ભાવનગર,તા. ભાવનગર જીલ્લાના મહુવા શહેરમાં વર્ષ ૨૦૧૮ માં એક ૧૭ વર્ષિય સગીરાને દુષ્કર્મના ઇરાદે નસાડી જનાર એક યુવક વિરૂધ્ધ મહુવા પોલીસ મથકમાં પોકસો સહિતના ગુના હેઠળ ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ મહુવાના સ્પે. પોકસો કોર્ટના જજ એમ.એસ.સીંધી ની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષની કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ ફટકારેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બગદાણા ગામે રહેતા આરોપી સંજય વલ્લભભાઇ રૂખડભાઇ બાલધરીયા (રહે. બગદાણા) નામના આરોપી દ્વારા એક સગીરાને મુંબઇ લઇ જવાની લાલચ આપી ગત તા. ૧૩/૧૦/૨૦૧૮ ના રોજ સગીરાને લલચાવી, ફોસલાવી નસાડી જઇ સગીરા સાથે દુષ્કર્મ આચરવાના બનાવ અંગે બગદાણા પોલીસે ગુનો નોંધેલ.

આ અંગેનો કેસ મહુવાના સ્પે. પોકસો જજ એમ.એસ.સીંધી ની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ સરકારી વકીલ અરવિંદ સોલંકીની દલીલોને ગ્રાહય રાખી આરોપી સંજય વલ્લભભાઇ બાલધરીયા સામે ઇપીકો કલમ ૩૭૬ સહિતનો ગુનો સાબીત માની તકસીરવાન ઠરાવી અદાલતે ૧૦ વર્ષની શખ્ત કેદની સનન અને રૂમ. ૧૦ હજારનો દંડ ફટકારેલ જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા અદાલતે ફટકારી હતી. દંડની રકમ માંથી પાંચ હનનર આ કામની ભોગ બનનારને આપવાનો અદાલતે હુકમ કર્યો હતો. કોર્ટના આ ચુકાદાથી વર્તમાન સ્થિતીમાં આવા પ્રકારના પ્રલોભનો આપવા કે લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવા કે તેના જેવી પ્રવૃતિઓ ઉપર લગામ આવે અને ભવિષ્યમાં આવા ગુના અટકાવવામાં આવે તેવા અભીગમ તરીકે પણ આ ચૂકાદો જોવામાં આવે છે.

(11:30 am IST)