Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

જૂનાગઢના દાતાર પર્વત ઉપરના ઉર્ષમાં દિપમાલા

જૂનાગઢ : જૂનાગઢના દાતાર પર્વત પર ઉર્ષના મહાપર્વ મા ચંદનવિધિ બાદ  દિપમાલાનો કાર્યક્રમ ઊજવવામા આવ્યો હતો .આ પ્રસંગે દાતાર પર્વત પર આવેલ જમિયલશા દાતાર બાપુની જગ્યાને અહીના મહંત ભીમ બાપુ અને પધારેલા સર્વે ભાવિભકતજનો તેમજ સેવકગણ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા અને આખી જગ્યા ઝળહળી ઉઠી હતી. આ પ્રસંગે સર્વે ભકતજનો એ દાતાર બાપુ ના દર્શન કરી શુદ્ઘ ઘીના રવા અને સૂકામેવાનો પ્રસાદ આરોગી ધન્ય બન્યા હતા.

(11:28 am IST)