Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કાલે શરદપૂર્ણિમાઃ ધુનડા આશ્રમે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારીના કારણે સાદગીપૂર્ણ ઉજવણી કરાશેઃ દૂધ-પૌવાની પ્રસાદીનું મહત્વ

રાજકોટ તા. ૩૦ :.. કાલે શરદપૂર્ણિમા મહોત્સવની સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આ વખતે શદરપૂર્ણિમાના રાસોત્સવ કાર્યક્રમો રદ કરાયા છે.

દૂધ-પૌવાની પ્રસાદીનું શરદ પૂનમના દિવસે મહત્વ હોય છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જામજોધપુર નજીક આવેલ ધુનડાના સત પુરણધામ આશ્રમ ખાતે આવતીકાલે શનીવારના રોજ શરદપૂનમ નિમિતે રાત્રે ૧૦ કલાકે પૂ. જેન્તિરામબાપાનો ઓનલાઇન સત્સંગ યોજાનાર છે.

હાલ કોરોનાની મહામારીને કારણે લોકોમાં સંક્રમણ ફેલાય રહયુ છે ત્યારે લોકો ઘરે બેઠા ફેશબુકના માધ્યમથી ઓનલાઇન પૂ. જેન્તીરામબાપાના સત્સંગનો લાભ લઇ શકશે.

આ સત્સંગમાં શરદપૂનમનું મહત્વ સમજાવી વર્તમાન સ્થિતિમાં મનુષ્યએ આધી વ્યાધિ અને ઉપાધીમાંથી મુકત થઇ સાકાર સ્વરૂપથી નિરાકર સ્વરૂપની યાત્રા કેમ થાય ધ્યાન સમાધી યોગ અધ્યાત્મ જીવનમાં આગળ કેમ વધવુ અને સતત આનંદમય પ્રસન્ન અવસ્થામાં તનાવ મુકત નિર્ણય જીવન જીવવા માટેનું અનુભવગત માર્ગદર્શન આપે છે. તો આ ઓનલાઇન સત્સંગનો લાભ લેવા સૌ સત્સંગ પ્રેમીઓને સંત પરિવારને અનુરોધ કરવામાં આવેલ છે.

(11:27 am IST)