Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે સામાન્ય ઠંડક યથાવત

બપોરે ગરમીનો અહેસાસ : ડબલ ઋતુનાં અનુભવથી શરદી, ઉધરસના કેસમાં વધારો થતા ચિંતા

રાજકોટ,તા. ૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી શિયાળાનો માહોલ ધીમે-ધીમે જામતો હોય તેવું વાતાવરણ છવાઇ જાય છે. અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરે છે.

આજે પણ વહેલી સવારે સામાન્ય ઠંડકની અસર યથાવત  રહી હતી.

શિયાળાએ ગુજરાતમાં દસ્તક દીધી છે અને  હવે સવારમાં ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોર પારો ૩૬ ડિગ્રીની આસપાસ પહોંચી જતા ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. એટલે કે ઠંડીમાં ગરમીનો એહસાસ થતા ડબલ ઋતુ અનુભવાઇ રહી છે. આ સ્થિતિમાં શરદી, ઉધરસ, વાયરલ ફિવરના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કાલે અમદાવાદનું તાપમાન ગગડી સિઝનમાં પહેલીવાર ૧૮.૪ ડિગ્રી સુધી પહોંચી જતા પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. ૧૫.૫ ડિગ્રી સાથે વલસાડ રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

હાલમાં જે રીતે કોરોના વાયરસનું સંકમણ વધી રહ્યું છે જેના કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. શિયાળો આવતા આ ચિંતામાં વધુ વધારો થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલમાં સવારમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઇ રહ્યો છે અને બપોર થતા અસહ્ય ગરમી પડે છે એટલે ડબલ ઋતુના ચક્કરમાં લોકો અટવાયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય વાયરલ ફીવર, શરદી અને ખાંસીની તકલીફો વાળા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ડબલ ઋતુનો અનુભવ હાલ થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે લોકોએ કુલર અને એસીનો ઉપયોગ ટાળવો જોઈએ. ઠંડો ખોરાક અને ઠંડા પીણાંનો ઉપયોગ લોકોએ ટાળવો જોઈએ. સાથે સાથે લોકોએ ગરમ પાણીના કોગળા સવાર સાંજ કરવા જોઈએ. તેમજ જો સામાન્ય શરદી, ઉધરસ કે તાવ હોય તો તેને પણ હળવાશમાં ના લેવું જોઈએ. લોકો જાતે નક્કી ના કરે કે સામાન્ય શરદી, ઉધરસ છે તેના કરતાં તરત ડોકટરનો સંપર્ક કરે તેવી સલાહ પણ તબીબો આપી રહ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજયના વિવિધ શહેરના લધુતમ તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે પણ રાજયના વિવિધ શહેરના લદ્યુતમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ નોંધાતા વહેલી સવારે ઠંડકનો અહેસાસ લોકોએ કર્યો હતો.

ગઇ કાલે અમદાવાદ ૧૮.૪, ડીસા ૧૬.૮, વડોદરા ૨૦.૨, રાજકોટ ૧૯.૧, કેશોદ ૧૭.૨, ભાવનગર ૨૧.૪, પોરબંદર ૨૦.૬, ભૂજ ૨૦.૪, નલિયા ૧૬.૯, સુરેન્દ્રનગર ૨૦.૨, કંડલાા ૧૯.૩, ગાંધીનગર ૧૬.૫,વલસાડ ૧૫.૫, વિધાનગરમાં ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

(10:59 am IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST