Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

ધોરાજી-જામકંડોરણા પંથકમાં માવઠાથી ખેડૂતોની માઠી તમામ પાકો નિષ્ફ્ળ જવાની ભીતિ :પાકને ભારે નુકશાન

મેઘરાજાએ ધાર્યા કરતાં વધારે વરસાદ વરસીને ખેતરો પાણી-પાણી થઈ ગયાં

રાજકોટ જીલ્લાના ધોરાજી અને જામકંડોરણા પંથકમાં વરસાદી માવઠાથી ખેડૂતોની માઠી દશા થઇ છે  તમામ પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, મગફળી, બાજરી અને અન્ય પાકોની વાવણી માટે ખેડૂતોએ ઉછી-ઉધારી કરીને સારાં પાકની અપેક્ષાએ વાવેતર કર્યુ હતુ પણ ચોમાસામાં મેઘરાજાએ ધાર્યા કરતાં વધારે વરસાદ વરસીને ખેતરો પાણી-પાણી થઈ ગયાં હતાં.

                  ચેક ડેમો ઓવરફલો થયાં હતાં સતત બે અઢી મહિનાથી વરસતાં વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શંકાએ ખેડૂતોની ચિંતા માં વધારો કર્યો છે.વધુ પડતા વરસાદ અને કમોસમી વરસાદના કારણે 80% જેટલા પાકો બળી ગયાં છે. જેમાં મગફળી, બાજરી, કપાસ તથા અન્ય પાકોને ભારે નુકશાન થવા પામ્યુ હતું. 20% પાકો જે જીવનદાન મળે એમ હતું તે પણ દિવાળીનાં દિવસોમાં પણ વરસાદી માવઠું પડયું હતું, જેના કારણે ધોરાજી તથા જામકંડોરણા પંથકનાં ખેડૂતોની માઠી દશા થવાં પામી છે. ત્યારે મુખ્ય પાકો જેવાં કે મગફળી, કપાસ તથા અન્ય પાકને ભારે નુકશાન થવા પામ્યુ છે.

(8:09 pm IST)