Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

કચ્છમાં 'ક્યાર' વાવાઝોડાની અસર- ભારે પવન સાથે ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામમાં અડધા થી સવા ઇંચ વરસાદ

ભુજ: સૌરાષ્ટ્રમાં 'ક્યાર' વાવાઝોડાની અસર પછી હવે કચ્છમાં 'ક્યારે' પોતાનો પાવર બતાવ્યો છે. ગઈકાલે મુન્દ્રા અને આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ પછી આજે ભાઈબીજના કચ્છમાં 'ક્યાર'ની અસર પ્રબળપણે વરતાઈ હતી

  . આજે સવારથી ધાબડીયા વાતાવરણ પછી એકાએક સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ધીમો પવન ફૂંકાવાની સાથે જ ધીરે ધીરે જાણે ચોમાસુ જામ્યું હોય તેમ જોરદાર ઝાપટાં સાથે ઠંડો પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો. ભચાઉ, અંજાર, ગાંધીધામ અને ભુજમાં અડધોથી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

(9:51 pm IST)