Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ગોંડલ આઇટીઆઇમાં વોલીબોલ ટુર્નામેન્ટ

 ગોંડલઃ સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના ૧૧ જીલ્લાના આઇટીઆઇ કર્મચારીઓની ગોંડલ આઇટીઆઇ ખાતે વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં રાજકોટ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર પટેલ, હરદેવસિંહ ટેમભા જાડેજા (રાજકીય અગ્રણી), નગરપાલિકા ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ ધારાસભ્ય પુત્ર જયોતિસિંહ જાડેજા, ડીવાયએસપી જાડેજા, પોલીસ ઇન્સપેકટર રામાનુજ દિગુભા જાડેજા યુવા પ્રમુખ વિગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આયોજક ટીમમાં કે એસ.જાડેજા ગોહિલભાઇ, આર ડી જાડેજા, નિમબારકભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી, જેમાં સુરેન્દ્રનગરની ટીમ વિજય બની હતી, જૂનાગઢની ટીમ રનર્સ અપ રહી હતી, પાલિકા ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા અને ડીવાયએસપી જાડેજા એ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું અને આયોજન બદલ ગોંડલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. ટુર્નામેન્ટમાં ઇનામ વિતરણની તસ્વીર.(૨૩.૨)

(11:44 am IST)