Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

હર્ષિદા ગરબા મંડળ દ્વારા જામનગરમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં ૩૫ હજાર બાળાઓ અને બટુકોનો મહાપ્રસાદ યોજાયો

જામનગર : વર્ષોથી ચાલતા હર્ષિદા ગરબા મંડળ દ્વારા આ વર્ષે પણ જામનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ગરબીની બાળાઓના સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેની શરૂઆત કટારીયાવાળા વાછરાજદાદાની બાવન ગજની ધજા ફરકાવી કરવામાં આવેલ ત્યારબાદ મંગલાચરણ અને બપોરે સંતો-મહંતોના સ્વાગત સામૈયા કરેલ આ પ્રસંગે ગુજરાતભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહયા હતા. આપાગીગા સતાધારના મહંત વિજયબાપુએ દિપ પ્રકટાવી તથા પંચદશનામ જુના અખાડા ભવનાથ તળેટી જુનાગઢના થાનાપતિ મહંતશ્રી બુદ્ધગીરી બાપુ તેમજ સંતો મહંતોએ સમુહ આરતી કરી બાળાઓને મહાપ્રસાદનો પ્રારંભ કરાવેલ. આ સમયે વંૃદાવનથી મહામંડલેશ્વર શ્રીશ્રી૧૦૦૮ મહંતશ્રી રામભૂષણદાસ વેદાંતાચાર્ય, ગૌરક્ષાનાથ આશ્રમ ભવનાથ તળેટીના મહંત યોગીશ્રી અવંલ્તકાનાથ બાપુ, ભારતી બાપુની મઢી ગુંદાસરીથી મહંતશ્રી પારસનાથ બાપુ, શનીધામ મોડપરથી મહંતશ્રી કલ્યાણનાથ બાપુ, અભય આશ્રમ ખીમરાણાથી મહંતશ્રી મધુસુદનદાસ બાપુ, દેવંગી આશ્રમ ખાંભાવાવ થી મહંતશ્રી અનસુયાદાસ માતાજી તથા ગુજરાતભરમાંથી સંતો મહંતોએ ૭૦૦ જેટલા ગરબી મંડળો તથા ૫૦ જેટલી શાળાઓની ૩૫ હજાર જેટલી બાળાઓ અને બટુકોને મહાપ્રસાદનો પ્રારંભ કરાવેલ. સમગ્ર આયોજન ગરબા મંડળના સંચાલક રાજુભાલ જોષી, ભરતભાઇ ચૌહાણ, મુકેશભાઇ ચૌહાણ, નટવરસિંહ પઢીયાર, સંદિપ મકવાણા, પરેશ ચુડાસમા, મનોજ ચાવડા, અનિરૂદ્ધ મકવાણા, ભગવાનજી પરમાર, દિવ્યેશ મકવાણા, જયદિપ ચાવડા, ધર્મેન્દ્ર મેર, મોહન કછેટીયા, ચંદુ પરમાર, જીતેન્દ્ર મકવાણા, સોમા સાગઠીયા, કપિલ ચાવડા, આશિષ ભટી, બલવંત ગોહિલ, અખિલ મેર, નરેશ અજા, રમેશ ગોહિલ, મેહુલ મકવાણા, સંજય ગોહિલ, ચેતન પરમાર, સમીર વાસુ, સાગર વાસુ, તુષાર દુબલ, સાગર ચૌહાણ, મયુર પરમાર, કેતન ગોરાતેલા, આશિષ જોષી, પારસ વાસુ તથા મંડળના ૩૦૦ જેટલા કાર્યકરો કાર્યરત રહયા હતા.(તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર) (૧.૧)

 

(10:10 am IST)