Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કેશોદમાં પેટા સિવિલ હોસ્‍પિટલનું નવ મહિના પહેલા લોકાર્પણ થયું છતાં સૂવિધાઓ પુર્ણ ન થઈ

 (કિશોર દેવાણી દ્વાારા) કેશોદ,તા.૨૯ : કેશોદમાં સિવીલ હોસ્‍પિટલમાં કેશોદ તાલુકા ઉપરાંત આજુબાજુના ચારથી વધુ તાલુકાના દર્દીઓ સારવાર અર્થે  આવતા હોય દર્દીઓની સંખ્‍યા સામે હોસ્‍પિટલ બિલ્‍ડીંગ અને સ્‍ટાફ અપુરતો હોવાના કારણે વર્ષોથી અનેક વખત નવી હોસ્‍પિટલ બનાવવા અને સ્‍ટાફ વધારવા માંગણીઓ કરવામાં આવી હતી. સતત માંગણીઓ રજુઆતોને ધ્‍યાને લઈને ગુજરાત સરકાર દ્વારા કેશોદની જુની સિવિલ હોસ્‍પિટલમાં નવુ બિલ્‍ડીંગ સ્‍ટાફ વધારવા સહીત પેટા સિવીલ હોસ્‍પિટલ  ૭૫ બેડની સુવિધા સાથે પેટા જિલ્લા સિવીલ હોસ્‍પિટલ મંજુર કરવામાં આવી હતી. હોસ્‍પિટલ મંજુર થયા બાદ કેશોદના ધારાસભ્‍ય દેવાભાઈ માલમના વરદ હસ્‍તે ખાત મુહૂર્ત કરી બાંધકામ શરૂ કરી દેવામાં આવ્‍યુ હતુ. નવ નિર્માણ પેટા જીલ્લા સિવીલ હોસ્‍પિટલનું બિલ્‍ડીંગ તૈયાર થવાના સમય મર્યાદા પુર્ણ થયા બાદ પણ કામ પુરૂ થયેલ ન હતુ. તેમજ અમુક કામો બાકી હોવા છતાં નવ નિર્મિત સિવીલ હોસ્‍પિટલનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતુ.

   કેશોદમાં  પેટા જિલ્લા સિવીલ હોસ્‍પિટલની મંજુરીથી લઈને ખાત મુહૂર્ત લોકાર્પણ સુધી વાદ વિવાદ જોવા મળેલ હતો હોસ્‍પિટલ શરૂ થયાનો એક મહીનો પણ પુરો થયો ન હતો  ત્‍યાં સ્‍ટાફ  ભરતી બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયા હોવાનું લોક મુખે ચર્ચાનો વિષય બન્‍યો હતો.

 કેશોદની સિવિલ હોસ્‍પિટલમાં સુવિધાઓ વધારવા વર્ષોથી રજુઆતો કરવામાં આવતા જે રજુઆતો બાબતે  આખરે સફળતા પણ મળી અને કેશોદની સિવિલ હોસ્‍પિટલને અંદાજે દશ કરોડના ખર્ચે નવ નિર્માણ કરી ૭૫ બેડની સુવિધા સાથેની પેટા જીલ્લા સિવીલ હોસ્‍પિટલને મંજુરી મળી જે નવ નિર્માણ પેટા જીલ્લા હોસ્‍પિટલનું  કેશોદ ધારાસભ્‍ય રાજ્‍યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સાંસદ રમેશભાઈ ધડુક સહીતની ઉપસ્‍થિતમાં ૨૬/૧૨/૨૦૨૧  લોકાર્પણ કરવામાં આવ્‍યુ હતું ૭૫ બેડની પેટા જીલ્લા સિવીલ હોસ્‍પિટલમાં પ મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહયાછે. ફિજિશ્‍યની જગ્‍યા ખાલીછે. હોસ્‍પિટલમાં મોટા ભાગની સુવિધા સાથેના અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો ઉપલબ્‍ધછે છતાં અપુરતા સ્‍ટાફને લઈને જેનો પુરતો   ઉપયોગ થતો ન હોવાની ફરીયાદ ઉઠવા પામીછે.  લેબોરેટરી માટેના  અદ્યતન સાધનો ઉપલબ્‍ધછે જે ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ દ્વારા થઈ શકતા તમામ ટેસ્‍ટ શરૂ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામીછે. તેમજ એમડી ફિજિશ્‍યનની જગ્‍યા ભરવામાં આવે તો બીપી ડાયાબિટીસ હાર્ટ એટેક દર્દીઓ ગંભીર -કારના તાવ જેવા દર્દીઓની સારવારની સુવિધાનો લાભ લોકોને મળી શકે તેવા આયોજની જરૂરછે.

 કેશોદમાં પેટા જીલ્લા સિવીલ હોસ્‍પિટલનું નવ મહિના પહેલા લોકાર્પણ કરવામાં આવ્‍યા બાદ પણ ર્પાકિંગ કમ્‍પાઉન્‍ડ દિવાલનું કામ પુર્ણ થયું નથી સાથે ર્પાકિંગનું પણ આયોજન પુર્વક કામગીરી થતી ન હોય દર્દીઓ માટે જુદા જુદા વિભાગોમાં  પીવાના પાણીની સાનુકૂળ વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી પણ જરૂરછે.

 કેશોદની પેટા જીલ્લા સિવીલ હોસ્‍પિટલમાં ઝેરી દવા પીધેલ અને સર્પદંશના દર્દીઓની સંપુર્ણ સારવાર કરવાને બદલે અપુરતા સ્‍પેશિયાલિસ્‍ટ સ્‍ટાફના અભાવે મોટા ભાગના દર્દીઓને જુનાગઢ સિવીલ હોસ્‍પિટલમાં રીફર કરવામાં આવેછે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહેલછે.

 કેશોદમાં પેટા જીલ્લા સિવીલ હોસ્‍પિટલની સુવિધાનો લોકોને  લાભ મળી રહેલછે ત્‍યારે લોકોએ પણ  પાન માવા ગૂટખાનું સેવન કરી જ્‍યાં ત્‍યાં  થુંકવું ન જોઈએ જનતાએ જાગળતતા દાખવી આ તકે સ્‍વચ્‍છતાનું પાલન કરવું એ પણ જાહેર જનતાની ફરજ બની રહેલછે.

(12:15 pm IST)