Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જામજોધપુરના અક્ષ જસાણીને એક્‍યુટ લીવર ફેલ્‍યોરની બિમારી : રપ લાખની મદદની જરૂર

સાથી હાથ બઢાના

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા. ૩૦ : જામનગર જિલ્લાનાં જામજોધપુરમાં રહેતા જસાણી પરિવારના અક્ષ જશ્‍મીનભાઇ જસાણીને કિડનીને લગતી બિમારી લાગુ  પડતા રપ લાખની સહાયની જરૂરીયાત ઉભી થઇ છે.

અક્ષ જશ્‍મીનભાઇ જસાણી -જામજોધપુર (જિ. જામનગર) એક્‍યુટ લીવર ફેલ્‍યોરની બિમારીમાં ગ્‍લોબલ હોસ્‍પિટલ-મુંબઇમાં લીવર ટ્રાન્‍સપ્‍લાંટની સારવાર હેઠળ છે.

હોસ્‍પિટલમાં આશરે રપ લાખ જેટલા ખર્ચને પહોંચવા પરિવાર સક્ષમ નથી.

આપણે સૌ ‘અક્ષ' ને આપણા પરિવારનો સભ્‍ય ગણીને અને ‘સ્‍વજન' તરીકે આપણાથી જે પણ યોગદાન આપી શકાય તે આપીએ અને અન્‍યને પણ પ્રેરીત કરવા અપીલ કરી છે.

આ માટે જામજોધપુરના છાંયડી ફાઉન્‍ડેશન (ટચ વન લાઇફ) દ્વારા અપીલ કરવામાં આવી છે તેમ કૌશિકભાઇ રાબડિયાએ જણાવ્‍યું છે.

અક્ષ જસાણીને મદદ કરવા માટે દાતાઓ એકાઉન્‍ટ નં. ૪૦૭૯૩૧૧૯૩પ૬, આઇએફસી કોડ- એસબીઆઇએન૦૦૬૦૦૯૧, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા, જામજોધપુર મેઇન બ્રાન્‍ચ ખાતે અનુદાન આપી શકે છે. અત્‍યાર સુધીમાં દાતાઓએ ૯ લાખ જેવું અનુદાન આપ્‍યુ છે. હવે ૧૬ લાખની જરૂર છે. આ બાળકને નવજીવન મળે તે માટે છુટા હાથે દાન કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ વિગત માટે અક્ષ જસાણીના પિતા-જશ્‍મીનભાઇના ઇ-મેઇલ અથવા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.jaminjashanijashani@gmail.com + 9198798 71553.

(12:14 pm IST)