Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કચ્છના લુડિયામાં હિંસક જૂથ અથડામણ : 10 લોકો ઘવાયા: ચાર ગંભીર

ખાવડા નજીક લુડીયામાં બે જૂથ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ હિંસક બન્યું :બંન્ને જૂથ લાકડી, ધારીયા, કુહાડી અને લોખંડના પાઇપ સાથે તૂટી પડ્યા : બંન્ને પક્ષ તરફથી સામસામે ફરિયાદ

 કચ્છ જિલ્લાના લુડીયા પાસે હિંસક જૂથ અથડામણમાં કુલ 10 લોકોને ઈજા પહોંચી છે. પરસ્પર 30 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. ખાવડા નજીક લુડીયામાં બે જૂથ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. અંતે આ મામલો લોહીયાળ બન્યો છે. બંન્ને પક્ષના લોકો વચ્ચે ધોકા, કુહાડી, લોખંડના પાઈપ વડે મારામારી થઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર કચ્છના ખાવડા નજીક લુડીયામાં બે જૂથ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. ત્યારબાદ આજે આ ઝગડાએ હિંસક રૂપ લીધું હતું. બંન્ને જૂથ લાકડી, ધારીયા, કુહાડી અને લોખંડના પાઇપ સાથે સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં કુલ 10 લોકોને ઈજા પહોંચી છે. જેમાં ચાર લોકોને ગંભીર જઈ થતા ભૂજની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બંન્ને પક્ષ તરફથી સામસામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે

 

(11:57 pm IST)