Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગેરકાયદેસર બાયો ડીઝલના વેચાણકર્તા સામે તવાઈ : 2500 લીટર બાયો ડીઝલના જથ્થા સાથે નવઘણ ઓડેદરાને ઝડપી લેતી પોરબંદર એસઓજી

 

ફોટો navghan

પોરબંદર :જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ કમિશનર મનિન્દર પ્રતાપસિંગ પવાર, પોરબંદર પોલીસ અધીક્ષક  રવિ મોહન સૈની, દ્વારા પોરબંદર જિલ્લામાં સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા એસઓજીના પોલીસ ઇન્સ, કે,આઈ,જાડેજા તથા પો, સ ,ઇન્સ ,એચ ,સી ,ગોહિલ દ્વારા એસઓજી સ્ટાફને સાથે રાખીને કામગીરી હાથ ધરાતા પેટ્રોલિંગ દરમિયાન પોરબંદર બોખીરા શિવમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ શક્તિ બાયો ડીઝલ પંપના સંચાલક નવઘણ રાજશીભાઇ ઓડેદરા (રહે. જયુબેલી પાણીના ટાંકા પાસે, પોરબંદર ) પોતાના બાયો ડીઝલ પંપ રસ્તે જતા વાહનોમાં બાયો ડી.ઝલ હોવાનું જણાવી ઇંધણ તરીકે પુરવા સરકારની ગાઇડલાઇન મુજબ કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર અને સરકારી, કોઇપણ પ્રકારની પૂર્વ મંજુરી વગર ગેર કાયદેસર મોટો આર્થીક લાભ મેળવવા બાયો ડીઝલ રપ00 લીટર કી,, ૧,૩પ, 000નો જવલંતશીલ પ્રવાહી સંગ્રહ કરીને બેદરકારીભર્યું આચરણ કરીને મળી આવતા સદરહુ જથ્થો કબ્જે કરેલ અને એફએસએલ માટેના સેમ્પલો લઈને તપાસ અર્થે મોકલી આપ્યા હતા આરોપીના કોવીડ 19 રિપોર્ટ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે આ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે

 આ કામગીરીમાં પોલીસ ,ઇન્સ, કે,આઈ, જાડેજા, પીએસઆઇ એચ,સી,ગોહિલ,હેડ,કોન્સ,કિશનભાઇ ગોરાણીયા તથા સમીરભાઈ જુણેજા ,લોકરક્ષક સંજયભાઈ ચૌહાણ,મોહિતભાઈ ગોરાણીયા,તથા ગીરીશભાઈ વાજા જોડાયા હતા

(11:41 pm IST)