Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કેશુભાઈ પટેલ વધુ એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખપદે રહેશે:બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

ટ્રસ્ટી મંડળની ઓનલાઇન બેઠક ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, પ્રધાનંત્રી મોદી, લાલકૃષ્ણ અડવાણી, અમિતભાઈ શાહ, જેડી પરમાર, હર્ષવર્ધન નેવેટીયા અને સેક્રેટરી પીકે લહેરી હાજર રહ્યાં

ગીર સોમનાથઃ આજે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, પ્રધાનંત્રી  મોદી, લાલકૃષ્ણ અડવાણી, અમિતભાઈ  શાહ, જેડી પરમાર, હર્ષવર્ધન નેવેટીયા અને સેક્રેટરી પીકે લહેરી હાજર રહ્યાં હતા. ટ્રસ્ટની બેઠકમાં વર્ષ 2019-20ના ઓડીટ કરેલા હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી. ગત વર્ષે ટ્રસ્ટની આવક 46.29 કરોડ રૂપિયા રહી તો તેની સામે 35.80 કરોડનો ખર્ચ થયો હતો. તો ટ્રસ્ટની બેઠકમાં આગામી એક વર્ષ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે કેશુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

તો બેઠકમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2.62 કરોડના કોરોના રાહત ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું તેની નોંધ પણ લેવામાં આવી હતી.

 પ્રધાનમંત્રી  મોદીએ ગોલોક ધામના વિકાસ અંગે દ્વાપર યુગમાંથી કળીયુગમાં પરિવર્તન અંગે ભગવાન શ્રીકૃષ્ણ વૈકુંઠ અંગે તેમજ ભારતીય કાળગણના અંગે વૈજ્ઞાનિક આધારો સાથએ વિકાસલક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવાનું સુચન કરવામાં આવ્યું.

(8:49 pm IST)