Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ભુજના સુખપર ગામે યુવાન પટેલ પરિણિતા પોતાને ઘેર ગળું કાપેલી હાલતમાં મળતાં ચકચાર- આત્મહત્યા કે હત્યા?

ભુજ :ભુજની ભાગોળે આવેલા સુખપર ગામે ૩૫ વર્ષીય યુવાન પટેલ પરિણિતા પોતાને ઘેર ગળું કાપેલી હાલતમાં મૃત મળી આવતાં ચકચાર મચી ગઈ છે. વિજ્યાબેન પ્રવિણ ભુડિયા પોતાના ઘરમાં લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા જે જોઈને તેમની દિકરીએ પિતા પ્રવિણભાઇને ફોન કર્યો હતો. ભુજમાં પોતાની કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી દોડી આવેલા પ્રવિણભાઇ પત્નિ વિજ્યબેનને લઇને  જીકે જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા પણ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સુખપર ગામના જુનાવાસમાં રહેતા પટેલ પરિવારમાં  આ ઘટના બની ત્યારે વિજ્યાબેનના માતા અને બહેનો ઘરની બહાર બેઠા હતા, પુત્રી ઘેર હતી. જ્યારે પતિ સવારે વહેલા કામ પર જવા માટે ભુજ નિકળી ગયા હતા. જોકે, પરિવારજનોએ આપઘાતની શક્યતા વ્યક્ત કરી છે. પણ, મૃતક વિજ્યાબેનની લાશ પાસેથી કોઇ પણ જાતનું હથિયાર ન મલ્યું હોઈ ગળું કાપેલી હાલત જોઈને બનાવ સંદર્ભે રહસ્ય ગરમાયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:32 pm IST)