Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વઢવાણ GIDCમાં ગેરકાયદે બાયોપેટ્રો કેમીકલ્સનું વેચાણ કરતી કંપની પર દરોડા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા : એક જ યુનિટની મંજુરી હોય અમુક કંપનીના બે યુનિટ ચાલતા હોવાનું બહાર આવ્યું : GST વિભાગના અધિકારીઓ પણ તપાસમાં જોડાતા GST ચોરીનું કૌભાંડ પણ બહાર આવવાની શકયતા નકારી શકાય નહિ.

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૦: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાયો પેટ્રો કેમિકલ્સનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા પામી હતી આમ છતાં પણ તંત્ર દ્વારા કોઇ જ પ્રકારના પગલાં લેવામાં ન આવતા રાજકોટ કન્ટ્રોલ રૂમના સુચના અનુસાર સુરેન્દ્રનગર શહેરની વઢવાણ જીઆઇડીસી માં ગઈકાલે મોડી રાત્રીથી વઢવાણ વિસ્તારમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાં ચાલતી બાયો પેટ્રોકેમિકલ્સ ના વેચાણ કરતી વઢવાણ જીઆઇડીસી માં અંદાજે ત્રણ જેટલી કંપનીઓમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ફરિયાદ ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ દરોડામાં જીએસટી વિભાગના અધિકારીઓ પણ તપાસના ધમધમાટ સાથે જોડાયા છે

હાલમાં સુરેન્દ્રનગર વઢવાણ જીઆઇડીસીમાં બાયો પેટ્રોકેમિકલ્સના વેચાણ કરતી કંપનીઓ પાસેથી લાખો રૂપિયાની ગેરરીતિ સામે આવવાની પણ સંભાવના હાલમાં વ્યકત થઈ રહી છે . હાલમાં વઢવાણ જીઆઇડીસી ખાતે ચાલતા ખાનગી એકમો ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે

વઢવાણ ખાતે આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે પૂછપરછ કરવામાં આવતા કમલેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બોર્ડની મંજૂરી વગર એક પણ ફેકટરીચાલતી નથી પરંતુ હાલમાં ત્રણ ફેકટરીઓ પર કાર્યવાહી ચાલુ છે જેમાં વઢવાણ જીઆઇડીસી ખાતે આવેલી જય બાયોડેટા નામની ૨ યુનિટો ચાલુ હતા જેમાં એક ની મંજૂરી હતી અને કંપની બંધ હોવાનું જણાવવામાં આવ્યું છે.

એક કંપનીના નામે બે કંપનીઓ ચાલતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

વઢવાણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી શ્રી કમલેશભાઈના જણાવ્યા પ્રમાણે વઢવાણ જીઆઇડીસીમાં ત્રણ કંપનીઓ પર દરોડા પડયા છેપોલીસ કાફલો જીએસટી વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતની ટીમ હાલમાં તપાસ હાથ ધરી રહી છે ત્યારે હાલમાં ચર્ચાઈ રહ્યું છે કે હજુ પણ આવી અનેક ફેકટરીઓમાં ગેરકાયદેસર રીતે બાયો પેટ્રોકેમિકલ્સ નો ઉપયોગ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં પણ બાયો પેટ્રોકેમિકલ્સ નો ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે તેની પણ તપાસ થાય તો લાખોની ગેરરીતિ બહાર આવે તેવી સંભાવના હોવાનુંચર્ચાઈ રહી છે.

(2:40 pm IST)