Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જુનાગઢ પોલીસે ઇકો ગાડી શોધી થેલો પરત કરાવ્યો

જુનાગઢ, તા.૩૦: ફેઝલશાહ હુસેનભાઇ બાનવા તેમના પરિવાર સાથે બિલખા થી જૂનાગઢ આવવા માટે ઇકો ગાડીમાં આવેલ હોય, જે ઇકો ગાડીમાં તેમના -૦૩ થેલા ભૂલાઈ ગયેલ હતા. જેમા તેઓએ વેચાણ માટેની વસ્તુઓ, કપડા, સહિત અંદાજીત રૂ. ૧૦,૦૦૦/- નો કીમતી સામાન હતો.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. આર.બી.સોલંકી તથા ડી સ્ટાફ પો.કો. પરેશભાઇ હુણ તેમજ જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિપુલભાઇ ચુડાસમાં સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે ઇકો ગાડી બાબતે તપાસ કરતા ફેઝલશાહ હુસેનભાઇ બાનવા અને તેમના પરિવાર જે ઇકો ગાડીમાં આવેલ હતા, તે ઇકો ગાડીનો નંબર જીજે ૦૩ કેએચ ૯૮૨૨ મળી આવેલ હતો. ઇકો ગાડીના નંબર આધારે ઇકો ગાડીના માલિક અનિક હનીફભાઇ જેઠવા જૂનાગઢનુ નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ ઇકો ગાડીના માલિકને પોતાની ઇકો ગાડીમાં કોઇકના થેલા હોવાનુ માલુમ પડ્યુ હતુ. જે પણ ફરીથી થેલા-સામાન લઈને પરત આપવા માટે આવેલ હતા, પણ કોઈ મળી આવેલ ના હતું. ઇકો ગાડી માલિકને પોલીસ દ્વારા શોધી, પોલીસ દ્વારા ફેઝલશાહ હુસેનભાઇ બાનવાનાં કીમતી સામાન સહી સલામત પરત કર્યો હતો.

(12:38 pm IST)