Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ભાટીયા એસબીઆઇ બેંકના કર્મચારીની ખાતેદાર સાથે પાંચ લાખની ઠગાઇ

લાંબી તપાસ બાદ બેંક અધિકારીની ફરીયાદ પરથી કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધાયો

ખંભાળીયા, તા. ૩૦ : ભાટીયા એસબીઆઇ બેંકના કર્મચારીએ ખાતેદારની ડુપ્લીકેટ રસીદ બનાવી તેમાં સહીઓ કરાવી ખાતેદારના ખાતામાંથી રૂ. પ લાખની રકમ અંગત ફાયદા માટે ઉપાડી લઇ છેતરપીંડી કર્યાની ફરીયાદ પરથી પોલીસે બેંક કર્મી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

વિગત મુજબ ભાટીયા એસબીઆઇ બેંકમાં આસીટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અને ભાણવડ રહેતા રૂચીર દિપકભાઇ પોપટ નામના શખ્સે ગત તા. ર૯-૩-ના રોજ બેંકના એક ખાતેદારના ખાતા નં. ૬૬૦૦૧ર૪૭૯પ૮ની રસીદ હોય જે રસીદ અંગે ખાતેદારને વિશ્વાસમાં લઇ કાગળોમાં સહીઓ કરાવી તેવી બીજી ડુપ્લીકેટ રસીદ બનાવી ખાતામાંથી રૂ. પાંચ લાખની રકમ પોતાના અંગત સ્વાર્થ માટેથી ઉપાડી લઇ પોતાના હોદાનો દુરઉપયોગ કરી ખાખતેદાર સાથે છેતરપીંડી આચરતા બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં આપેલી અરજી અનુસંધાને લાંબી તપાસ બાદ બેંક અધિકારી પિયુષકુમાર બિરેન્દ્ર ઝાની ફરીયાદ પરથી બેંક કર્મચારી રૂચીર પોપટ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓખાની પરિણિતાએ ફરીયાદ નોંધાવી

ઓખાની પરિણિતાને પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની ફરીયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. આરંભડામાં સાસરીયું ધરવાતી અને હાલ ઓખા ગાંધીનગરમાં માવતરે રહેતી સલમાબેન અબ્બાસ સુમણીયા (ઉ.વ.રપ) નામની મુસ્લિમ પરિણિતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, મારા લગ્ન થયા ત્યારે પતિ થોડા સમય સારી રીતે રાખી હતી જે બાદમાં પતિ અબ્બાસ, નુરજહાબેન ઓસમાણ તથા સુલતાન ઓસમાણ નાની નાની વાતોમાં મેણાટોણા મારી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી દુઃખ ત્રાસ આપતા પોલીસે પરિણિતાની ફરીયાદ પરથી પતિ સહિતના વિરૂદ્ધ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

વાડીનારની સગીરાનું અપહરણ

વાડીનારમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીને સિક્કામાં રહેતો ઇનાયત અનવર ભગાડ નામનો શખ્સ અપહરણ કરી જતા સગીરાના પરિવારજનોએ સિક્કા શખ્સ વિરૂદ્ધ વાડીનાર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે

(12:35 pm IST)