Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મોરબી-રાજકોટ હાઇવે પર કોલસો ભરેલ ટ્રક પલટી ખાઇ ગયો

મોરબી,તા.૩૦ : મોરબી રાજકોટ હાઈવે ફોરલેન કામગીરી ચાલી રહી છે અને હાઈવે બનીને કયારે તૈયાર થાય તે કહેવાય તેમ નથી જોકે હાઈવે પર અકસ્માતોની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે જેમાં વધુ એક અકસ્માતમાં ટંકારા નજીક કોલસો ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો

 રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલ બાર નાલા પાસે જીજે ૧૨ એ.ટી. ૯૨૩૯ નબરનો કોલસો ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ બની રોડની નીચે ઉતરી જઈ પલટી મારી ગયો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા હાઇવે પર બનેલી ઘટનાને પગલે થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાન હાનિ ન થઈ હતી પણ જો જરાક વધુ ટ્રક આગળ જાત તો નદીના વહેણમાં પણ જવાની શકયતા હતી.

(11:33 am IST)