Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જામકંડોરણામાં પોણા કલાકમાં ધોધમાર એક ઇંચ

(મનસુખભાઇ બાલધા દ્વારા) : જામકંડોરણામાં કાલે મંગળવારે વાતાવણમાં એકાએક પલટો આવતાં સાંજના ૬.૩૦ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે ૭-૧પ વાગ્યા સુધીમાં પોણા કલાકમાં ર૯ મી. મી. (એક ઇંચ) વરસાદ પડયો હતો આ વરસે વધારે વરસાદના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકશાન થયું છે ત્યારે હાલ મગફળીની મોસમ ચાલી રહી છે ઘણા ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાથરા પડેલ છે આ વરસાદથી આ પડેલ મગફળીના પાથરાઓ પલળી જતા ખેડૂતોને પારાવાર નુકશાની થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

(11:28 am IST)