Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વેળાવદરના આધેડનો મૃતદેહ તળાવમાંથી બાવીસ કલાકે મળ્યો

વેળાવદર,ગારીયાધર,તા.૩૦ :  ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામના આધેડ ૫૦ વરસની ઉંમરના રામજીભાઈ નાનજીભાઈ રાફુસા તા ૨૮-૯-૨૦ના  સીબાવેણના નામે ઓળખાતાં ગામની પશ્યિમ બાજુએ આવેલાં તળાવમાં ન્હાવા પડ્યાં હતાં અને ડૂબી ગયાં હતાં. સાથે રહેલા યુવાનોએ તેને ડૂબતાં જોયાં હતાં પરંતુ તેનો બચાવ થઇ શકયો ન હતો.

ત્યારબાદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતાં ગારીયાધાર નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને તરવૈયાએ જ રાતના ૧૧:૩૦ સુધી પ્રયત્ન કરવા છતાં તેમનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો ન હતો. તળાવના કાંઠેથી શર્ટ અને ચંપલ મળી આવ્યાં હતાં બીજે દિવસે સવારે તારીખ ૨૯-૯ના રોજ મૃતદેહને શોધવાની કામગીરીમાં ફીફાદ ગામના તરવૈયા અને પાલીતાણા નગરપાલિકા અને મહુવા નગરપાલિકાના ફાયરબ્રિગેડના સ્ટાફે કામગીરી હાથ ધરી હતી. લગભગ ૨૦ કલાકની જહેમત પછી બપોરના ૧૨ કલાકની આસપાસ તળાવમાંથી રામજીભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.આ કામગીરીમાં ભાવનગર કલેકટર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી થઇ હતી.

 વેળાવદર ગામના આગેવાનો અને ગારીયાધાર તાલુકાના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સતત આ કામગીરીમાં સાથે જોડાયા હતા.ચુંવાળિયાં કોળી સમાજને આધાત લાગ્યો હતો.

(11:22 am IST)