Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગોંડલ યાર્ડમાં અઢળક આવક સાથે રોજીંદી ૪૦,૦૦૦ ગુણી મગફળીની આવક

ગોંડલ,તા. ૩૦: આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોએ મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું છે.સતત પડી રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં પણ સૌરાષ્ટ્રમાં મગફળી માટે નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવકો જોવા મળી છે.ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની રોજીંદી ૪૦,૦૦૦ ગુણી કરતાં વધું મગફળીની આવકો જોવા મળી છે.ત્યારે છેલ્લા બે દિવસમાં મગફળીની આવક ૯૦,૦૦૦ ગુણીની થવા પામી છે.ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની હરરાજીમાં મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૮૦૦/- થી લઈને ૧૦૩૧/- સુધીના બોલાયા હતા.માર્કેટ યાર્ડોમાં મગફળીની આવકોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આગામી દિવસોમાં ગોંડલ માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાઈ જવાની શકયતાઓ સેવાઈ રહી છે.ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડના સતાધીશોએ માર્કેટ યાર્ડમાં વધુ પ્રમાણમાં પલળેલ મગફળી આવતી હોવાથી ખેડૂતોને મગફળી સૂકવીને લાવવા માટેની અપીલ પણ કરી છે.

(11:14 am IST)