Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વધુ ૨૪ કેસ સાથે કચ્છમાં કોરોનાના દર્દીઓનો આંક ૨૧૦૦ ને પાર- કેસો વધતાં નવા ૫ કોવિડ સેન્ટર શરૂ:કોરોનાના સંકંજા વચ્ચે પોઝિટિવ દર્દીઓ અને મોતના આંકડાઓની લુકાછૂપીનો ખેલ

(ભુજ) કચ્છમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. વધુ ૨૪ દર્દીઓ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૧૦૦ ને પાર કરી ૨૧૦૮ ઉપર પહોંચ્યો છે. જ્યારે ૩૮૬ દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે. 

અત્યાર સુધીમાં ૧૬૧૩ દર્દીઓ સાજા થયા છે. જ્યારે સરકારી ચોપડે ૬૫ મોત દર્શાવાયા છે. જોકે, છેલ્લા જે આંકડા જાહેર કરાયા છે, તે પ્રમાણે બિનસત્તાવાર મોતનો આંકડો ૧૦૯ થવા જાય છે. કચ્છમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, 

 તે જોતાં તંત્ર પણ દોડતું થયું છે. નવા ૫ કોવિડ સેન્ટર કાર્યરત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. નખત્રાણામાં ચૈતન્ય સ્વરુપ આશ્રમ હરિહર સનાતન ટ્રસ્ટ મધ્યે ૨૫ બેડ, રાપરમાં મોડેલ સ્કુલ મધ્યે ૫૦ બેડ, ગાંધીધામમાં ભાનુશાલી મહાજન સરોવર મધ્યે ૧૦૦ બેડ, કોડાય સ્વામિનારાયણ ગુરુકુળમાં ૬૦ બેડ, માધાપર યક્ષ મંદિર મધ્યે ૧૦૦ બેડ કોરોનાના દર્દીઓની સારવાર માટે રહેશે. 

     અત્યારે ૧૩ કોવિડ સેન્ટરમાં ૩૩૫ બેડની સુવિધા છે. જોકે, અત્યારે અનેક દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહીને ઘેર સારવાર મેળવી રહ્યા છે.

(9:51 am IST)