Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મોરબીમાં ફાયરિંગમાં યુવાનનો પગ ઘવાયો: વણકરવાસમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને તલવારથી તૂટી પડ્યા

ફાયરિંગ કેસમાં પોલીસે ગેરકાયદે હથિયારનો ગુન્હો નોંધ્યો : સામાકાંઠે બે શખ્શો પાસેથી વિદેશી દારૂના 18 ચપલા ઝડપાયા

 

મોરબી; મોરબીમાં ફાયરિંગમાં ગોળી યુવાનના પગમાં ઇજા પહોંચી છે જે હોસ્પિટલમાં સારવાર માટે ગયો ત્યારે બનાવ ખુલવા પામતા પોલીસે ગેરકાયદે હથિયારનો ગુન્હો નોંધ્યો છે

અંગેની વિગત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે આવેલી સોનલ સોસાયટી નજીક રહેતો સંદીપભા ઉર્ફે દિપુભા ભુપતભા ગુઢડા જાતે ગઢવી (ઉમર ૨૫) નામના યુવાનને પગના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન સંદિપભા ગઢવીને પગના ભાગે ફાયરિંગ વડે ગોળી લાગી હોવાનું સામે આવતા મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.વી.પટેલે તપાસ હાથ ધરતા સંદીપભા ગઢવી પાસે ગેરકાયદેસર હથિયાર હોય તે ચેક કરવા જતાં તેના ઘર નજીક સમાજની વાડી પાસે મસાણની મેલડી નજીક ફાયરિંગ થઈ ગયું હતું અને ગોળી છૂટીને તેના પગના ભાગે લાગી હતી તેમ સામે આવતા ગેરકાયદેસર હથિયાર રાખવા સબબ સંદીપભા ગઢવી વિરૂધ્ધ આર્મસ એકટ તેમજ રાજ્ય સેવકને ખોટી માહિતી આપીને ગુમરાહ કરવા સબબ ગુનો નોંધાયો છે.જેની તપાસ તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલ ચલાવી રહ્યા છે.
   
મોરબી સીટી બી ડિવિજન પોલીસનો સ્ટાફ શહેરના સામાકાંઠે એલ..કોલેજ નજીક હતો ત્યારે ત્યાંથી નીકળેલા મનોજ ઉર્ફે ગળી નાનજી પરમાર (ઉંમર ૪૫) અને ધીરેન દિનેશ ચાવડા (ઉંમર ૧૯)  ( રહે. બંને ૧૯-વજેપર મોરબી ) નામના બે સતવારા યુવાનોને અટકાવી તલાસી લેતાં તેઓ પાસેથી વિદેશી દારૂના ૧૮ નાના ચપલા(બોટલ) કિંમત રૂા.૧૮૦૦ નો જથ્થો મળી આવતા બંનેની વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે.
  
મોરબીના વણકરવાસમાં અગાઉ થયેલા ઝઘડાનો રોષ રાખીને તલવાર વડે હુમલો થતા કિશોરભાઇ દેવશીભાઇ જાદવ નામના ૩૦ વર્ષના યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે. હોસ્પિટલના બિછાનેથી કિશોરભાઇ જાદવે તેમના વિસ્તારમાં રહેતા શૈલેષ નાથાભાઇ,વર્ષાબેન શૈલેષભાઈ,નાથાભાઈ મંગાભાઈ અને ચંપાબેન નાથાભાઈ વિરુદ્ધ મોરબી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે સામાવાળા શૈલેષે તલવારનો ઘા માથાના ભાગે મારેલ છે.તેમજ સામાવાળાઓએ તેની પત્ની સવિતાબેનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. અગાઉ થયેલા ઝઘડાનો રોષ રાખીને હુમલો કરાયો હોય પીએસઆઇ બી.વી.ઝાલાએ તપાસ શરૂ કરી છે.સામાપક્ષેથી પણ કિશોર દેવશીભાઇ જાદવ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

(11:40 pm IST)