Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મોરબીના નદીકાંઠે તૈનાત પોલીસની અનન્ય ફરજનિષ્ઠા : વરસાદ કે કે તડકો પોલીસની 100 નંબર સતત ખડેપગે

નવો બનેલ બેઠાપુલ પર ચાલુ વરસાદે અકસ્માતી દુર્ઘટના અટકાવવા કાર્યરત

મોરબીના નદીકાંઠે તૈનાત પોલીસની ફરજનિષ્ઠતા કાબિલેદાદ છે પુલ પર સતત બાજનજર રાખી રહ્યા છે શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને દારૂ-જુગાર જેવા દૂષણને નાબૂદ કરવા મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષની કડક સૂચનાને ધ્યાને રાખી સમગ્ર પોલીસ કર્મચારી ફરજના ભાગે પોતપોતાના વિસ્તારમાં સતત બાજનજર કરી રહ્યા છે

   મોરબી ‘બી’ ડિવિઝન પોલીસની હદમાં આવેલા મયુર પુલ પાસેના નીચે નવો તાજેતરમાં બનાવેલો બેઠો પુલ જ્યાં વરસાદને ધ્યાને રાખી સતત વરસાદમાં પાણીની આવક ચાલુ હોય જેથી કોઈ અકસ્માતી દુઃખદ ઘટના ન બને તેવા હેતુસર ઈમરજન્સી પોલીસની ૧૦૦ નંબર ખડેપગે કાર્યરત છે

    ફરજના ભાગે નદીના કાંઠે ફુલ નીચે બેઠા પુલ ઉપર ફરજનિષ્ઠા પોલીસ કર્મચારીઓ ખરા બપોરે આશરે એક વાગ્યાની આસપાસ ફરજ દરમિયાન ચાલુ વરસાદે ઉભા હોય તે તસવીરમાં નજરે પડે છે નોંધનીય છે કે હાલ વરસાદ સમગ્ર રાજ્યમાં પડી રહ્યો છે ત્યારે મોરબી શહેર જિલ્લામાં પણ વરસાદને કારણે નદીકાંઠે પણ પોલીસે ફરજ ના ભાગે બાજ નજર કરી રહ્યા હોય તેવું તસવીરમાં નજરે પડે છે.

(7:35 pm IST)