Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

નવરાત્રીના પ્રારંભે પોરબંદરમાં સખી કલબ દ્વારા મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા જાગૃતિ, પ્લાસ્ટિકમુક્ત ભારત માટે મહિલાઓએ હાથમાં જાડુ સાથે ગરબા લીધા

પોરબંદર: નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે પોરબંદરની સખી ક્લબ દ્વારા મહિલા સશક્તિકરણ,સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત સહીતના ઉદેશ્ય સાથે પાવર ગરબા અને હાથમાં જાડુ લઈને સ્વચ્છતાનો સનેડો લીધો હતો.

આ વર્ષે પણ સખી ક્લબ દ્વારા અનોખું વેલકમ નવાત્રીનુ આયોજન કરાયુ હતું. શહેરની ગોકાણી વાડી ખાતે આયોજીત આ વેલકમ નવરાત્રીમાં મહિલાઓ માટે ગરબા શણગાર અને પર્યાવરણની જાગૃતી માટે પ્લાન્ટ ડેકોરેશન સહિતની સ્પર્ધા યોજાઈ હતી.આ કાર્યક્રમમાં મહિલાઓએ ખુબજ સુંદર રીતે પાવર ગરબા તેમજ સ્વચ્છતાનો સંદેશ મળે અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તેને લઈને સખી ક્લબની મહિલાઓએ સ્વચ્છતાનો સનેડાનો રાસ રમ્યો હતો. હાથમાં ઝાડુ લઈને તમામ મહિલાઓએ સ્વચ્છતાનો સનેડો લીધો હતો.આ આયોજનનો હેતુ અંગે સખી ક્લબના પ્રમુખ ડૉ.ચેતના તિવારીએ એવુ જણાવ્યું હતુ કે,મહીલા સશક્તિકરણ તેમજ સ્વચ્છતાને લઈને તેમજ પ્લાસ્ટિક ફ્રી દેશ બને તે માટે આ થીમ સાથેનો કાર્યક્રમ યોજ્યો છે.

આ વેલકમ નવરાત્રીમાં મોટી સંખ્યામાં સખી ક્લબની મહીલાઓએ રાસ ગરબામાં ભાગ લીધો હતો અને વિવિધ થીમ પર યોજાયેલ ગરબાઓમાં સૌથી વધુ આકર્ષણનુ કેન્દ્ર સ્વચ્છતાનો સનેડો અને પાવર ગરબા રહ્યા હતા.આ અનોખા ગરબામાં ભાગ લેનાર ખૈલાયાઓએ એવુ જણાવ્યું હતુ કે,આમ તો અમે નવરાત્રિમાં ગરબા રમવા જતા જ હોય છે પરંતુ આ પ્રકારનો હાથમા જાડુ લઈને જે સ્વચ્છતાનો સનેડો રમ્યા તે ખુબજ અલગ અનુભવ હતો અને અમો પણ એવુ ઈચ્છીએ છીએ કે લોકો સ્વચ્છતાને લઈને વધુ જાગૃત થાય અને આપણો દેશ સ્વચ્છ બને.

તહેવારોની સાથે મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતાને લઈને જાગૃતિ લાવવાનો જે પ્રયાસ કરાયો છે તે આવકારદાયક છે ત્યારે પોરબંદર સખી ક્લબ દ્વારા કરાયેલ આ પ્રયત્નને લોકોએ પણ બિરદાવ્યો હતો અને આ પ્રકારના આયોજન ભવિષ્યમાં પણ થતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

(5:43 pm IST)