Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પોરબંદર જિલ્લામાં ૩ થી ૪ ઇંચઃ દરિયાકાંઠે ૩ મીટરે ઉછળતા મોજાઃ ૩ નંબરનું સિગ્નલ યથાવત

એમ. જી. રોડ સહિત વિસ્તારોમાં પાણીનો નિકાલ નહીં: બીરલા હોલ પાસે વૃક્ષ ધરાશાયી

પોરબંદર તા. ૩૦ :.. પોરબંદર શહેર-જીલ્લામાં બે દિવસથી સમયાંતરે વરસતો વરસાદ સરેરાસ ૩ થી ૪ ઇંચ પડી ગયેલ છે.

આજે સવારે હળવા ઝાપટા બાદ સૂર્ય પ્રકાશીત વાતાવરણ રહેલ છે.

દરીયામાં ભારે આંધી છવાય છે કાંઠે ૩ મીટરે મોંજા ઉછળી રહ્યા છે. બંદર ઉપર ૩ નંબરનું સિગ્નલ યથાવત રાખેલ છે અને માછીમારોને દરીયામાં નહીં જવા ચેતવણી અપાય છે. શહેરમાં પાણી નિકાલના અભાવે એમ. જી. રોડ, ભાવસિંહજી પાર્ક, હરીશ ટોકીઝ સહિત વિસ્તારમાં પાણી ભરાયેલા પડયા છે.

ગઇકાલે ભારે પવનમાં બીરલા હોલ પાસે એક વૃક્ષ પડી ગયું હતું ગઇકાલે શહેરમાં રાત્રી ૩ વાગ્યાથી કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો જે સવાર સુધી ચાલુ રહેલ હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ વરસાદ પોરબંદર ૭૪ મી. મી. (૧૦ર૧ મી. મી.) રાણાવાવ ૯૬ (૮૯૬ મી. મી.) કુતીયાણા ૪૮ મી. મી. (૮૮૭ મી.મી.) ખંભાળા ૧૧૬ મી. મી. (૭૪૪ મી. મી.), ફોદાળા જલારામ ૧પ૮ મી. મી. (૯ર૦ મી.મી.) વરસાદ નોંધાયેલ. 

(1:21 pm IST)