Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમરેલી જિલ્લાના ચાર જળાશયના દરવાજા ખોલાયા

આકાશમાંથી વરસતા સતત વરસાદથી લીલો દુષ્કાળ પડવાની ભીતિ વચ્ચેઃ તલ સહિત કપાસનો પાક બળી જવાની દહેશત પહેલા વરસાદ માટે પ્રાર્થના થઇ હતી હવે ખમૈયા થવા પ્રાર્થના શરૃઃ ર૪ કલાકમાં વધુ સાર્વત્રિક વરસાદ

અમરેલી તા. ૩૦ :.. ખેત આધારિત અમરેલી જિલ્લામાં ઓણ સાલ મેઘરાજાનું હોય અવિરત શરૂ રહેતા ઠેબી ડેમને બાદ કરતા તમામ જળાશયો છલકાય ગયા છે. અને આ વર્ષ વિપુલ પ્રમાણમાં ખેત પાક ઉત્પન્ન થવાની ધારણા મંડાઇ રહી છે ત્યારે મેઘરાજા આકાશમાંથી પાણી ઠલાવવાનું સતત શરૂ રાખતા ઉભેલા પાક. બળી જવાની અને લીલો દુષ્કાળ પડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે જિલ્લાના ચાર જેટલા જળાશયો છલકાતા દરવાજા ખોલવા પડયા છે.

અમરેલી જિલ્લામાં મુખ્ય ખેતી આજીવીકાનું સાધન રહયું છે અહીંથી સારા વરસાદ પડતા સુરત સુધી તેજીનો કરંટ જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની ઘટ સર્જાતા મંદી મોઢુ ફાડીને ઉભી છે ત્યારે આ વર્ષે મેઘરાજ સમયસર પધારી હેતકૃપા ઠાલવતા ખેડૂતો દ્વારા કપાસ, તલનું વવેતર વધુ પ્રમાણમાં કરી નાખ્યુ છે. ત્યારે કપાસ ઉતારવાનો સમય ઢુકડો આવી રહ્યો છે. ત્યારે આકાશમાંથી સતત વરસાદ વરસવાનું શરૂ રહેતા આ પાક બળી જવાની વરાપ વગર દહેશત સેવાઇ રહી છે અને સારા વરસાદથી પ્રાર્થના થઇ હતી તેની સામે હવે ખમૈયા કરવા મેઘરાજા પાસે પ્રાર્થના થઇ રહી છે.

સતત વરસાદથી અમરેલી જિલ્લાના મુખ્ય જળાશય ખોડીયાર ડેમના ત્રણ દરવાજા એક ફુટ, વડીયાના ત્રણ દરવાજા એક ફુટ, ધાતરવાડી (ર) નો એક દરવાજો ૪ ઇંચ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ઠેબી ડેમમાં નહીવત પાણીની આવક થઇ છે.

અમરેલી જિલ્લામાં આજ સુધીમં ૯ર૪, ખાંભ ૮૪ર, જાફરાબાદ પ૦૭, ધારી ૬૯પ, બગસરા ૮૪૦, બાબરા ૮૬૧, રાજુલા ૧૩, લીલીયા ૭૬૬, લાઠી ૯૧૦, વડીયા ૮૦૦, સા. કુંડલા ૮પ૦ મી. મી. મૌસમનો વરસાદ વરસી ગયો છે.

(1:21 pm IST)