Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ધારીના માણાવાવના ૭ આરોપીને ઝડપી લેવાયા

રાજુલા, તા. ૩૦ : ચલાલા પો.સ્ટે. ફસ્ટ ગુ..નં.-રર/ર૦૧૯ ઇ.પી.કો. કલમ૧૮૬,પ૦૪,૩૩ર,૩૪ ૩પ૩, ૩૪૧, ૩૪૨, ૩૯૫, ૩૯૭ તથા GP Act કલમ-૧૩૫ મુજબના ગુન્હા કામે નાસતા-ફરતા આરોપીઓ જેઓએ પોલીસ કર્મચારી ઉપર ચાલુ ફરજ દરમ્યાન હુમલો કરેલ હતો જે બાબતે પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયએ બનાવ વાળીની જગ્યાની વિઝીટ કરી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ એક સીટની રચના કરેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાવરકુંડલા ડિવીઝન તથા એલ.સી.બી.-એસ..જી. તથા ચલાલા પો.સ્ટે. પો... એ રીતે આરોપીને પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવેલ હતી અને જેની તપાસ દરમ્યાન ચલાલા પો... જી.જે.મોરી તથા એસ..જી. પો... આર.કે.કરમટા તથા સ્ટાફની બાતમી રાહે હકીકત મળેલ કે માણાવાવ ગામ સીમ વિસ્તાર છુપાયેલ હોય જે હકીકત વાળી જગ્યાએ કોમ્બીગ કરી.

પકડાયેલ આરોપીની વિગત

() બાબુભાઇ ઓઢભાઇ વાળા

() ગટુભાઇ ઓઢાભાઇ વાળા

() જોરૂભાઇ ઓઢાભાઇ વાળા

() શીવરાજભાઇ બાબભાઇ વાળા

() હનુભાઇ બાબભાઇ વાળા

() જસકુભાઇ હમકુભાઇ વાળા

() સુરેશભાઇ ચંદુભાઇ ઠાકોરઙ્ગઙ્ગ

રહે. બધા માણાવાવ તા.ધારીની અટક કરી તેઓના રીમાન્ડ મેળવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(1:21 pm IST)