Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મચ્છરના ૧૦૧૮ ઉત્પતિ સ્થાનો પર સોમનાથ જી.નું આરોગ્યતંત્ર ત્રાટકયું

પ્રભાસપાટણ તા.૩૦ : ગીરસોમનાથ જિલ્લાના આરોગ્ય વિભાગની એનવીબીડીસીપી શાખા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ તથા સપ્ટેમ્બર મહિનામાં થયેલ વરસાદ ના કારણે વાહકજન્ય રોગચાળા માં વધારો ના થાય તેમજ વાહકજન્યઙ્ગ રોગોના નિયંત્રણ માટે મેલેરિયા,ડેન્ગ્યુ,ઙ્ગચિકનગુનયા જેવા રોગ માટે વધુ જોખમી ગણાતા વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ કામગીરીનો રાઉન્ડ શરૂ કરવામાં આવેલ છે.

ઙ્ગઙ્ગઙ્ગ ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાનાં કુલ ૩૯૩ ગામોના ૨૪૬૧૧૦ દ્યરોમાં તા. ૨૩ સપ્ટેમ્બર થી ૨૮-૦૯-૨૦૧૯ દરમિયાન હાઉસ ટુ હાઉસ કામગીરી નો રાઉન્ડ શરૂ કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના કુલ ૨૯ પ્રા.આ.કેન્દ્રો તથા ૪ અર્બન સેન્ટરના મેડીકલ ઓફિસરની દેખરેખઙ્ગ હેઠળ ૪૦ઙ્ગમેઈલ સુપરવાઈઝરના સુપરવિઝન તળે ફીમેલ હેલ્થ વર્કર,ઙ્ગઆશા,ઙ્ગઆશા ફેસીલીટર અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા ડેઈલી હાઉસ ટુ હાઉસ વીઝીટ કરી તા. ૨૫ સપ્ટેમ્બર સુધીમાં ૯૧૦૧૦ દ્યરોની મુલાકાત લેવામાં આવેલ છે. જે દરમિયાન પાણી ભરેલા પાત્રો,ઙ્ગફ્રીઝ,ઙ્ગકુલર,ઙ્ગફૂલદાની,ઙ્ગટાયર,ઙ્ગભંગાર,ઙ્ગઅગાસી,પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરી તે પૈકી ૫૮૫૮૨૯ સ્થળોમાં મચ્છરો નું બ્રિડિંગ(પોરા) જોવા મળ્યા હતા. જેમાથી ૨૯૧૬૩૯ઙ્ગ ઉત્પતિ સ્થાનોમાં ટેમોફોસ/કેરોશીન નાખી મચ્છરના પોરાનોઙ્ગ નાશ કરવામાં આવ્યો હતો. ૧૦૧૦૮ જેટલા ઉત્પતિ સ્થાનોનો નાશ કરવાની સાથે ૨૩૮૩ઙ્ગસ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવી હતી.

ઙ્ગઙ્ગઙ્ગ ગીર સોમનાથ જિલ્લાનાઙ્ગય્ગ્લ્ધ્ઙ્ગમેડિકલ ઓફિસર ની ૨૩ ટીમો દ્વારા સ્કૂલોમાં વાહકજન્ય રોગચાળા અંતર્ગત આરોગ્ય શિક્ષણ તથા નિદર્શન,ઙ્ગજિલ્લાની તમામ ગ્રામ સજીવની સમિતિ દ્વારા ડેઈલી રોગચાળા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. પોજીટીવ કે શંકાસ્પદ જાણતા તમામઙ્ગ કેશોના દ્યરોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ફોગીંગ કામગીરી,ઙ્ગઅર્બન વિસ્તારમાં કુલ ૧૨ વેકટર કંટ્રોલ ટીમ (એક ટીમમાં ૫ સભ્યો કુલ ૬૦ સભ્યો) દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મેલેરિયા માટે વધુ જોખમી ગણાતા વિસ્તારોમાં સ્પ્રે સ્ટ્રેટેજી અનુસાર જિલ્લાના ચાર તાલુકાનાં ૧૬ ગામો તથા ૫ નેસના ૫૬૩૭ દ્યરોમાં આલ્ફાસાયપરમેથ્રીન જંતુનાશક દવા છંટકાવની કામગીરી તા.૧૨/૦૮/૧૯થી ચાર શ્રમયોગીઓની ટીમ રોકીને અસરકારક રીતે કરવામાં આવી રહેલ છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(12:23 pm IST)