Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં ફિએસ્ટા ફેસ્ટીવલનો પ્રારંભ

ભાવનગર તા.૩૦ : ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજનો ફિએસ્ટા ૨૦૧૯ના બેનર હેઠળ ફેસ્ટીવલનો પ્રારંભ પ્રદેશમંત્રી મહેશભાઇ કસવાલા, શિક્ષણવિદ ધીરેનભાઇ સુતરીયા, અલ્પેશભાઇ પટેલ, ધીરેનભાઇ મહેતા, ભરતસિંહ ગોહિલ, રવિન્દ્રસિંહ સરવૈયા સહિતની ઉપસ્થિતિમાં કરાયો હતો.

કોલેજની સ્થાપનાને ૧૦ વર્ષ પુર્ણ થતા હોય નવદુર્ગાની થીમ સાથે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. યુથ ફેસ્ટીવલમાં બહેનોની વિવિધ ૫૧ સ્પર્ધા યોજાશે. જેમાં ૨૦૦૦ વિદ્યાર્થીનીઓ પોતાની કલા ઓજસ પાથરશે. ઉદઘાટન સમારોહ બાદ તુરંત જ રંગોળી, ચિત્ર, લોકગીત સહિતની સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત યુથ ફેસ્ટીવલ સાથે ફુડ ફેસ્ટીવલનું પણ કોલેજના પટાંગણમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૪૦ જેટલા ખાણીપીણીના સ્ટોલ બનાવવામાં આવ્યા છે.

ઉદઘાટન સમારોહમાં આમંત્રીતો શુભેચ્છકો તેમજ કોલેજનો બહોળો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:21 pm IST)