Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જામજોધપુરમાં શાળા સલામતી સપ્તાહ

 જામજોધપુર : તાલુકાના સતાપર ગામે શાળા સલામતી સપ્તાહ ૨૦૧૯ અંતર્ગત શાળામાં ડે ટુ ડે પ્રવૃતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોધ અને બચાવ કાર્ય માટે ન.પા. જામજોધપુરના ફાયર બ્રિગેડ દ્વારા સતાપર ગામે મેગા ડેમો આપવામાં આવેલ. જેમાં તાલુકાશાળા સતાપર કન્યા શાળા સરસ્વતી વિદ્યામંદિર સતાપર વગેરે સ્કુલના બાળકો હાજર રહ્યા હતા. આ તકે રામભાઇ, રમેશભાઇ પીઠીયા દ્વારા ફાયર વિશે વિશેષ જાણકારી આપી. આપતી સમયે મુશ્કેલીમાં કેમ બચવુ તેમની જાણકારી આપી હતી. કાર્યક્રમનું આયોજન તાલુકાના શાળા સતાપર આચાર્ય ભાવેશભાઇ ગોસીયા દ્વારા કરેલ હતુ.બચાવ કાર્ય ડેમોસ્ટ્રેશન કરાયુ તે તસ્વીર.

(12:14 pm IST)