Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઉનાના મૃગનયની મહેતા હાર્મોર્નિયમ અને હળવા કંઠ્ય સંગીતમાં પ્રથમ

ઉના તા. ૩૦: જિલ્લા  કક્ષા યુવા ઉત્સવમા કન્યા  વિનય મંદિર - ઉનાના  મૃગનયની  મહેતા  હાર્મોનિયમ વાદન  અને   હળવા કંઠ્ય  સંગીત મા પ્રથમ  સ્થાને આવીને ગૌરવ વધાર્યુ છે.

યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રગાંધીનગર  અને  જિલ્લા  રમત ગમત અધિકારી  પ્રગીર સોમનાથ  દ્વારા સંચાલિત  જિલ્લા  યુવા ઉત્સવ  ૨૦૧૯-૨૦ ગીર ગઢડા તાલુકા સ્થિત દ્રોણેશ્વર  સ્વામિનારાયણ સ્કૂલ  મુકામે યોજાઈ ગયો જેમા  ઉના ના   કુમારી મૃગનયની કમલેશભાઈ  મહેતા    હાર્મોનિયમ વાદન ખુલ્લા  વિભાગ  મા પ્રપ્રથમ  તથા  હળવું કંઠ્ય સંગીત મા પણ ્રપ્રથમ  સ્થાન  પ્રાપ્ત કરી     ઉના  કન્યા વિનય મંદિર નું ગૌરવ  વધારેલ છે

કન્યા  વિનય મંદિર  ના આચાર્યા સુશ્રી દીપ્તિ ગોસ્વામી  તેમજ  જિલ્લા યુવા વિકાસ  અધિકારી શ્રી એચ.ડી.મકવાણા. જિલ્લા રમતગમત  અધિકારી  , યોગેશભાઈ ચાવડા. કન્વિનર રધુભાઈ બારડ,   શૈલેષભાઈ પટેલે કુમારી  મૃગનયની મહેતાને પુર્વ વર્ષે  ગીરસોમનાથ  જિલ્લા નું હાર્મોનિયમ વાદન તથા હળવું કંઠ્ય સંગીત મા  પ્રદેશ કક્ષા તથા કલા મહાકુંભમા સતત બે વર્ષ  થી  રાજ્ય  કક્ષામા પ્રથમ  રહી ઉના નું નામ રોશન કરવા બદલ  અભિનંદન શુભકામનાઓ  આપી વર્તમાન  વર્ષ માટે  પણ શુભકામનાઓ  પાઠવ્યા હતા.

(12:12 pm IST)