Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મોટીપાનેલીમાં ૨૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ : મોબાઇલ ટાવર ઉપકર વીજળી પડતા વીજ ઉપકરણો ખાખ

મોટીપાનેલી,તા.૩૦: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં મેદ્યરાજાએ લાંબી બેટ્ટીન્ગ કરતા સતત ચોવીસ કલાક વરસાદ પડ્યો હતો પેલા તો મેઘરાજા એ ધીમી ધારે બેટિંગ કરતા સાંજના છ વાગ્યા સુધીમાં સાડાચાર ઇંચ ત્યારબાદ મેદ્યરાજાએ ધુંવાધાર બેટિંગ કરતા વીજળીના કળાકા ભડાકા સાથે જોરદાર વરસાદ આવ્યોહતો

જે રાતના બે વાગ્યાં સુધી ચાલુ રહેત બીજો ચાર ઇંચ જેવો વરસાદ પડ્યો હતોઆમ ફૂલ ચોવીસ કલાકમાં આઠ થી નવ ઇંચ જેવો વરસાદ પડ્યો ત્રણ ચાર જગ્યા પર વીજળી પડી હોવાના પણ સમાચાર છે ગામમાંજ આવેલ વોડાફોન ના ટાવર ઉપર વીજળી પડતા વિસ્તારના રહેવાસીઓના ઇલેકિટ્રક ઉપકરણો બળી જવા પામ્યા છે

જેમાં tv ફ્રીઝ પંખા જેવા સાધનોનો સમવેશ થાય છે. પાનેલીનો ડેમ આખરે ઓવરફ્લો થઇ ગયેલ ઉપરવાસમાં પણ સારો વરસાદ પડ્યો છે સાતવડી ગામનો પુલ પાણીમાં ગરકાવ થઇ જતા પાછળ ચોવીસ કલાક થી રસ્તો બન્ધ છે. ખેડૂતો લીલા દુકાળ ની ચિંતામાં ચિંતાતુર બન્યા છે મગફળી અને કપાસના પાકને ભારે નુકશાન આવશે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

(12:08 pm IST)