Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પૂ. ગાંધીજીએ ભગવા વસ્ત્રો નહોતા પહેર્યા છતાં 'મહાત્મા' કહેવાયા : પૂ. ભાઇશ્રી

પોરબંદર સાન્દીપનિ વિદ્યા નીકેતનમાં નવરાત્રી અનુષ્ઠાન સાથે ગાંધી ચિંતન

જુનાગઢ તા ૩૦  :  પોરબંદર સાન્દીપનિ વિદ્યાનિકેતનમાં પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના ૩૮માં નવરાત્રિ અનુષ્ઠાનનો ૨૯મી તારીખે પ્રથમ નવરાત્રી અનુષ્ઠાન સાથે યોજાયેલ ગાંધી ચિંતન સત્રમાં ભાઇશ્રીએ  જણાવેલ કે, પૂ. ગાંધીજીએ ભગવા વસ્ત્રો નહોતા પહેર્યા છતાં ''મહાત્મા'' કહેવાયા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મજયંતિના સમાપન પ્રસંગે ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં પૂજય ભાઇશ્રી ભાગવત ધર્મ અને બાપુ એ વિષય પર બપોરના સત્રમાં મહાત્મા ગાંધીની અને ભાગવતના વિવિધ પ્રસંગોને સાંકળી લઇને નોખુ અને અનોખુ સત્ર યોજી રહયા છે.

પ્રથમ દિને નવલકથાકાર, નાટયકાર અને જેમની કૃતિઓનું ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ અનુવાદીનો થયા છે તેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર દિનકર જોષીએ ''ગાંધીજી અને આપણે '' એ વિષે મોૈલિક અને ચિંતનસભર વકતવ્ય આપ્યું હતું. સાથે પૂજય ભાઇશ્રીએ કથાના પ્રારંભમાં મહાત્મા ગાંધીજી વિષે કહ્યું હતું કે, તેમણે ભગવા વસ્ત્રો પહેર્યા નહોતા, સંન્યાસી જેવા ચિન્હો ધારણ કર્યા નહોતા છતા તેમને વિશ્વ મહાત્માનું સંબોધન કરે છે, કેમ કે ભલ ેતેઓએ સન્યાસીના બાહ્ય ચિન્હો ધારણ કર્યા નહોતા છતાં તે મહાત્મા જ હતા.

પૂજય ભાઇશ્રીએ કથાના પ્રારંભમાં સકદેવજી મહારાજની સરખામણી ગાંધીજી સાથે તુલના કરીને વર્ણવી હતી અને ગાંધીજીનુ઼ નામ  મોહન અને શ્રીકૃષ્ણ હોવાથી કૃષ્ણ પ્રત્યે જે રીતે ૧૬૧૦૮ મહિલાઓ આકર્ષાઇને તેમને વરી હતી તે રીતે આઝાદીના સમય ભર્યા જ સત્યાગ્રહીઓ પણ  મોહન એટલે કૃષ્ણ તરફ  આકાર્ષાયા હતા. જે જે સત્યાગ્રહીઓએ વિદેશી કપડાની હોળી કરી હતી તે બધાજ ભાગવતના કૃષ્ણ-મોહનની ગોપીઓ કહી શકાય. સુતરની માળાને વરમાળા બનાવીને બધાજ સત્યાગ્રહીઓ ગાંધી વિચારને વર્યા હતા અને પોતપોતાના વ્યવસાય અને ધંધાને છોડી  ઘર-બારની પરવાહ કર્યા વિના ખાદીનું પાનેતર પહેરીને મોહન ગાંધીની હ્રદયની આગને પોતાની બનાવી પોતાની વૃતિ અને પ્રવૃતિમાં પરિવર્તન લાવી તેમનું જીવન ગાંધીજીને શરણે ધરી દીધુ હતું.

સમારંભમાં  દિનકર જોષીએ ''ગાંધીજી અને આપણે'' એ વિષય પર ચિંતનયાત્રાનો પ્રારંભ સાથે જણાવેલ કે ૧૫૦ વર્ષ પહેલા ગાંધીજી જન્મયા, તેમના આયુષ્યના ૭૦ વર્ષ પછી ગોડસે દ્વારા હત્યા થઇ અને ૧૫૦મું વર્ષ દેશ-વિદેશમાં ઉજવાઇ રહ્યું છે, પણ તેમણે માત્ર આઝાદી નહોતી આપી પણ બ્રહ્મની બ્રહ્મચર્ય વિષે આપણને સમૃદ્ધ વિચાર વારસો આપ્યો છે. ગાંધી વિચારમાળાના પ્રારંભમાં નિવૃત સચિવ કક્ષાના અધિકારી સહિતના વિવિધ હોદ્દાઓમાં ફરજ બજાવનાર અને જાણીતા કટાર લેખક કવિ ભાગ્યેશ જહાં એ સમગ્ર ઉપક્રમનો અને દિનકરભાઇ જોશીએ પરિચય આપ્યો હતો.

શારદીય નવરાત્રી અનુષ્ઠાન અંતર્ગત ૭૮માં અનષ્ઠાનનુ આજે સાન્દીપનિ ઓડીટરીયમમાં પ્રારંભ કરતા પૂજય ભાઇશ્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સાન્દીપનીના દિવ્ય પરિસરમાં જયાં સુદાયદેવની ગાયત્રી જાપનો અનુભવ થઇ રહયો છે, જયાં દ્વારકાધિશની કૃપાથી અનુભવ થઇ રહ્યો છે ત્યાં નવ દિવસીય અનુષ્ઠાનનો આજે પ્રારંભ થાય છે. આજની પવિત્ર નવરાત્રીએ  શૈલપુત્રીની પુજાથી પ્રારંભ થઇ રહયો છે. અનુષ્ઠાનના પ્રારંભે અનુષ્ઠાનના મુખ્ય મનોરથી શ્રી બજરંગલાલ તાપડિયા પરિવાર દ્વારા પુજા  અર્ચન કરવામાં આવ્યું હતું, તો મુંબઇના જુના અખાડાના સંત કિષ્નાદેવનંદગીરીજી ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે સાન્દીપની  વિદ્યા સંકુલમાં  જલંધરબંધયોગ પધ્ધતિ દ્વારા બપોરના ૩.૦૦ વાગ્યે પ્રારંભ થયો હતો જે નવરાત્રી સુધી ચાલશે.

(12:04 pm IST)