Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વડિયા સુરવોડેમ સતત ત્રીજી વખતે ઓરફલો

વડીયામાં બે ઈંચ વરસાદ ખાબકી ગયેલ વડિયા તેમજ પંથકના તોરી, રામપુર, અર્જનસુખ, ખાનખીજડિયા સહિતના અગામોમાં પણ ધોધમાર બે થી અઢી ઇંચ વરસાદ ખાબકી ગયેલ ઉપરવાસ ભારે વરસાદના કારણે વડીયાનો સુરવોડેમ ફરી ત્રીજી વખત ઓરફલો થતા ે એક દરવાજો  સવાર થી બપોર સુધી ત્રણ ઈંચ અને બપોરબાદ અડધો ફૂટ  ખોલવાની ફરજ પડેલ હતી આ તકે વડિયા ચારણિયા સમઢીયાળા થાણાગાલોલ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવેલ  પૂર્વમંત્રી બાવકુભાઈ ઉઘાડ તેમના કાફલા સાથે  તાબડતોબ પહોંચ્યા સુરવોડેમની મુલાકાતે નીચાણવાળા વિસ્તારોની ચિંતા કરીને ડેમ અધિકારીને ડેમમાં પાણીની આવક અને જાવક વિશે મેળવી માહિતી હાલ અત્યારે પાણીની સુરવોડેમમાં આવક ૩૧૮ ક્યુસેક અને જાવક ૩૧૮ ક્યુસેક કરાઈ છે વડીયામાં સિઝનનો ફૂલ વરસાદ ૮૧૦ મી.મી.સરકારી ચોપડે નોંધાયો છે જોકે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ ચાલુ સીઝનમાં સરકારી ચોપડે સૌથી વધુ નોંધાયો છે  સુરવો ડેમના અધીકાર દ્વારા વડિયા મામલતદાર વડિયા સરપંચ પી.એસ આઈ અને જેતપુર તાલુકા પી .એસ. આઈ. સહીતના ઓને મેસેજ  કરવામાં આવેલ છે.(તસ્વીર અહેવાલ દિવ્યાંગગીરી ગોસાઈ)

(12:04 pm IST)